ETV Bharat / business

આજે સામાન્ય વધારા સાથે શરૂ થયું Share Market, નિફ્ટી 17,300ને પાર

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) સામાન્ય વધારા સાથે શેર બજારની (Share Market) શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 55.76 પોઈન્ટ (0.10 ટકા)ના ઘટાડા સાથે 58,241.15ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 13.50 પોઈન્ટ (0.08 ટકા)ની તેજી સાથે 17,364.30ની આસપાસ જોવા મળી રહ્યો છે.

author img

By

Published : Sep 7, 2021, 9:48 AM IST

આજે સામાન્ય વધારા સાથે શરૂ થયું Share Market, નિફ્ટી 17,300ને પાર
આજે સામાન્ય વધારા સાથે શરૂ થયું Share Market, નિફ્ટી 17,300ને પાર
  • સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) સામાન્ય વધારા સાથે શેર બજારની (Share Market) શરૂઆત થઈ
  • સેન્સેક્સમાં (Sensex) 55.76 પોઈન્ટ તો નિફ્ટી (Nifty)માં 13.50 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો
  • સેન્સેક્સ લીલા નિશાનમાં ખુલ્યા પછી લાલ નિશાન પર લપસી ગયો છે

અમદાવાદઃ વૈશ્વિક બજાર તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) સામાન્ય વધારા સાથે શેર બજારની (Share Market) શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 55.76 પોઈન્ટ (0.10 ટકા)ના ઘટાડા સાથે 58,241.15ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 13.50 પોઈન્ટ (0.08 ટકા)ની તેજી સાથે 17,364.30ની આસપાસ જોવા મળી રહ્યો છે. હવે સેન્સેક્સ લીલા નિશાનમાં ખુલ્યા પછી લાલ નિશાન પર લપસી ગયો છે.

આ પણ વાંચોઃ પોઝિટિવ પે સિસ્ટમ એટલે શું ?

આ સ્ટોક પર સૌની નજર રહેશે

આજે દિવસભર સૌથી વધુ તીતાગઢ વેગન (Titagarh Wagon), TexmacoRail (ટેક્સમેકો રેલ), બીપીસીએલ (BPCL), ન્યુવોકો વિસ્ટાસ (Nuvoco Vistas), ઓરિએન્ટ સિમેન્ટ (Orient Cement), ડિશ ટીવી (Dish TV), મેકડોવેલ હોલ્ડિંગ્સ (McDowell Holdings), વંડરલા હોલિડેય્ઝ (Wonderla Holidays), જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ (Jubilant FoodWorks), સ્ટાર્ટેક ફાઈનાન્સ (Starteck Finance) જેવા સ્ટોક્સ પર સૌની નજર રહેશે.

આ પણ વાંચોઃ જનતા પર મોંઘવારીનો વધુ એક ડામ, પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNGમાં થયો ભાવ વધારો

એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર

વૈશ્વિક બજારની વાત કરીએ તો, એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX NIFTY) 40 સપાટ વેપાર કરી રહ્યો છે. તો નિક્કેઈ 0.81 ટકાની તેજી સાથે 29,898.98ની આસપાસ વેપાર કરી રહ્યો છે. સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.50 ટકાની કમજોરી જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 0.10 ટકાના ઘટાડા સાથે 17,477.56ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.10 ટકાની તેજી સાથે 26,188.52ના સ્તર પર જોવા મળી રહ્યું છે. જ્યારે કોસ્પીમાં 0.62 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટની ચાલ સપાટ જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.