- આજે શેર બજાર (Share Market) લાલ નિશાન પર બંધ થયું
- સેન્સેક્સ (Sensex) 372.32 અને નિફ્ટી (Nifty) 133.85 પોઈન્ટ ગગડ્યો
- સેન્સેક્સ (Sensex) 60,000 અને નિફ્ટી (Nifty) 18,000ની નીચે પહોંચ્યો
અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) શેર બજાર (Share Market) લાલ નિશાન પર બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 372.32 પોઈન્ટ (0.62 ટકા)ના ઘટાડા સાથે 59,636.01ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 133.85 પોઈન્ટ (0.75 ટકા)ના ઘટાડા સાથે 17,764.80ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ (Sensex) ફરી એક વાર 60,000ની સપાટી અને નિફ્ટી (Nifty) 18,000ની સપાટીથી નીચે આવી ગયો છે.
આ પણ વાંચોઃ કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણનું આહ્વાન- ઉદ્યોગ જગત જોખમ ઉઠાવે, ક્ષમતા નિર્માણમાં કરો રોકાણ
સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers Shares) વાત કરીએ તો, એસબીઆઈ (SBI) 1.13 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 0.76 ટકા, આઈઓસી (IOC) 0.70 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) 0.56 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 0.46 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers Shares) વાત કરીએ તો, ટાટા મોટર્સ (Tata Motors) - 3.86 ટકા, એમ એન્ડ એમ (M&M) - 3.22 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -3.13 ટકા, લાર્સન (Larsen) -2.86 ટકા, એચસીએલ ટેક (HCL Tech) -2.80 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચોઃ ભારતની નિકાસમાં ગયા વર્ષની સરખામણીમાં 35 ટકાનો ઉછાળો
RBL બેન્ક પણ હવે ડાયરેક્ટ ટેક્સ કલેક્ટ કરી શકશે, RBIએ આપી સત્તા
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ આરબીએલ બેન્ક (RBL Bank)ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સ (CBDT) તરફથી ડાયરેક્ટ ટેક્સ કલેક્ટર (Direct Tax Collector) કરવાની સત્તા આપી છે. બેન્ક પોતાના ગ્રાહકોને ટેક્સ ચૂકવવા માટે ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ (Online and Offline Platform) ઉપલબ્ધ કરાવશે. આ નિર્ણય નાણા મંત્રાલયના CAGની ભલામણ પર આધારિત હતો. મહત્ત્વનું છે કે, RBL બેન્કની નાણાકીય સંસ્થા અને સરકારી બેન્કિંગ હેેડે જણાવ્યું હતું કે, અમે આ મહત્ત્વના જનાદેશ મળવાથી ખુશ છીએ, જે અમને અમારી સેવાઓને વધારવામાં મદદ કરશે અને અમારા ગ્રાહકોને ટેક્સ આપવા માટે અનેક સુવિધાજનક ચેનલ (Convenient channel) શરૂ કરવામાં મદદ કરશે. બેન્કે એક નિવેદનમાં કહ્યું હતું કે, ટેક્નિકલ ઈન્ટિગ્રેશન (Technical integration) પછી RBI બેન્કના કોર્પોરેટ અને ઈન્ડિવિજ્યુઅલ ગ્રાહક RBL બેન્કના મોબાઈલ બેન્કિંગ કે નેટ બેન્કિંગ પ્લેટફોર્મ અને બ્રાન્ચ બેન્કિંગ નેટવર્કના માધ્યમથી પોતાના ડાયરેક્ટ ટેક્સની ભરપાઈ કરવામાં સક્ષમ હશે.
સેન્સેક્સઃ -372.32
ખૂલ્યો- 59,968.75
બંધઃ 59,636.01
હાઈઃ 60,177.52
લોઃ 59,376.50
NSE નિફ્ટીઃ -133.85
ખૂલ્યોઃ 17,890.55
બંધઃ 17,764.80
હાઈઃ 17,945.60
લોઃ 17,688.50