- સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) શેર બજારમાં પડ્યું ગાબડું
- સેન્સેક્સ 336.46 તો નિફ્ટી 88.50 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું
- સેન્સેક્સ ફરી એક વાર 61,000ની નીચે પહોંચી ગયો
અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર મોટા ગાબડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 336.46 પોઈન્ટ (0.55 ટકા)ના ઘટાડા સાથે 60,923.50ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 88.50 પોઈન્ટ (0.48 ટકા)ના ઘટાડા સાથે 18,178.10ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ ફરી એક વાર 61,000ની નીચે આવી ગયો છે. તો આજે ગઈકાલ (બુધવાર)નું પુનરાવર્તન થયું છે. ગઈ કાલે પણ ઉછાળા સાથે શરૂ થયેલુ શેર બજાર ખૂબ જ મોટા ગાબડા સાથે બંધ થયું હતું.
આ પણ વાંચો- New Scrap Policy: 15 વર્ષ જૂના વાહનની રજિસ્ટ્રેશન ફીમાં વધારો, ચૂકવવા પડશે 5000 રુપિયા
સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Losers Shares) વાત કરીએ તો, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 6.37 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) 4.33 ટકા, ગ્રેસિમ (Grasim) 3.15 ટકા, બીપીસીએલ (BPCL) 2.26 ટકા, એચડીએફસી (HDFC) 1.75 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર્સની (Top Losers) વાત કરીએ તો, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) -5.29 ટકા, હિન્દલ્કો (Hindalco) -3.74 ટકા, રિલાયન્સ (Reliance) -2.88 ટકા, ઈન્ફોસિસ (Infosys) -2.70 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) -2.15 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો- RBIએ SBIને ફટકાર્યો 1 કરોડ રુપિયાનો દંડ, છેતરપિંડીનો રિપોર્ટ ન આપવો ભારે પડ્યો
કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ
કેન્દ્રિય પ્રધાન મંડળે આજે (ગુરુવારે) કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને દિવાળીથી પહેલા મોટા સમાચાર આપ્યા છે. આજે કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થું (DA) 3 ટકા વધારવાની જાહેરાત કરી છે. આજે સવારે 11.30 વાગ્યે કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 3 ટકાના આ વધારાની સાથે જ DA 28 ટકાથી વધીને 31 ટકા થઈ ગયું છે. મોંઘવારી ભથ્થાના નવા દર જુલાઈ 2021થી લાગુ થશે.
સેન્સેક્સઃ - 336.46
ખૂલ્યોઃ 61,557.94
બંધઃ 60,923.50
હાઈઃ 61,621.20
લોઃ 60,485.65
NSE નિફ્ટીઃ -88.50
ખૂલ્યોઃ 18,382.70
બંધઃ 18,178.10
હાઈઃ 18,384.20
લોઃ 18,048.00