નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં વિજય માલ્યા કેસ સાથે સંબંધિત એક દસ્તાવેજ સુપ્રીમ કોર્ટની ફાઈલમાંથી ગાયબ થઇ ગયો છે. જેથી જજ યૂ.યૂ.લલિત અને અશોક ભૂષણની ખંડપીઠે આગળની સુનાવણી 20 ઓગસ્ટ સુધી સ્થગિત કરી છે.
આ 14 જુલાઈ 2017ના ચૂકાદા વિરુદ્ઘ માલ્યા દ્વારા દાખલ પુનર્વિચાર અરજી પર સુનાવણી થઇ રહી હતી. જેમાં તે વારંવાર આદેશ આપવા છતાં બેન્કોના 9,000 કરોડ રૂપિયાની ચૂકવણી નહીં કરવામાં કસૂરવાર સાબિત થયા હતા. જો કે, તેમણે પોતાના બાળકોને 4 કરોડ ડૉલર ટ્રાન્સફર કર્યા હતા.
ખંડપીઠ એક હસ્તક્ષેપ આવેદન પર જવાબની શોધમાં હતી. જે જાણવા મળ્યું કે કેસના કાગળ જ ગાયબ થયાં છે.
કેસમાં સામેલ પક્ષોએ નવી નકલો દાખલ કરવા માટે વધુ સમય માગ્યો છે.
19 જૂનના રોજ સુપ્રીમ કોર્ટે ગત 3 વર્ષોમાં સૂચીબદ્ધ બેન્કોને 9,000 કરોડ રૂપિયાના બાકી નાણા ચૂકવવાના કેસમાં મે 2017ની સજા વિરુદ્ધ માલ્યાની અપીલ અંગે પોતાની રજિસ્ટ્રીથી સ્પષ્ટીકરણ માગ્યું હતું.
મે 2017માં સુપ્રીમ કોર્ટે તેમને પોતાના બાળકોને 4 કરોડ ડૉલર ટ્રાન્સફર કરવા માટે કોર્ટની અવગણના કરવા માટે કસૂરવાર ઠેરવ્યા અને તેમને સજાની ચર્ચા માટે 10 જુલાઈના રોજ હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.