નવી દિલ્હી: SBI કાર્ડનો IPO સબ્સક્રિપ્શનમાં 2 માર્ચ ખુલશે અને 5 માર્ચ સુધી ખુલ્લો રહેશે. SBI કાર્ડનો IPO શેર બજારમાં 16 માર્ચે લિસ્ટ થઇ શકે છે. કંપનીની યોજના 500 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવાની છે. 3,72,93,371 સુધી શેરના વેચાણમાં SBI, જ્યારે 9,32,33,427 શેર કાર્લાઈલ ગ્રુપ વેચશે.
IPO આવ્યા પહેલા SBI કાર્ડે 74 અંકર રોકાણકારોથી 2,768.55 કરોડ રૂપિયા ભેગા કર્યાં છે. જેમાં 12 મ્યુચ્યુઅલ ફંડ સામેલ છે. SBI કાર્ડે જે રોકાણકારોમાં રોકાણ કર્યું છે, તેમાં સિંગાપુર ગવર્મેન્ટ, મોનિટરી અથોરિટી ઓફ સિંગાપુર, HDFC મ્યુચ્યુઅલ ફંડ, ગવમેન્ટ પેન્શન ખંપ ગ્લોબલ અને બિરલા મ્યુચ્યુઅલ ફંડ મુખ્ય છે.
IPO શું છે?
જ્યારે કોઇપણ કંપની પ્રથમવાર બહારના લોકો, સંસ્થાઓને પોતાનો શેર વહેંચવાનો પ્રસ્તાવ રાખે છે, તો આ પ્રક્રિયાને IPO કહેવામાં આવે છે. જો તમે શેર ખરીદો છો, તો તમારી કંપનીમાં ભાગીદારી થઇ જાય છે. જે બાદ શેર્સની સ્ટોક એક્સચેન્જમાં ખરીદ વેચાણ કરવામાં આવે છે.
SBIનો SBI કાર્ડસમાં 76 ટકા હિસ્સો
SBI કાર્ડસમાં SBIનો હિસ્સો 76 ટકા હિસ્સો છે અને બાકીનો હિસ્સો કાર્લિલ ગ્રુપની પાસે છે. SBI કાર્ડને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને જીઈ કેપિટલે ઓક્ટોબર, 1998માં લોન્ચ કર્યાં હતાં. SBI અને કાર્લિલ ગ્રુપે ડિસેમ્બર, 2017માં જીઈ કેપિટલના શેર્સ ખરીદી લીધા હતા. કંપનીના 90 લાખથી વધુ ગ્રાહકો છે અને દેશના 130થી વધુ શહેરોમાં કંપની પોતાની સેવા પૂરી પાડે છે.