આ એપ્લિકેશન વાઇબ્રેશન (તરંગો)ને લેખિત (ટેક્સ્ટ) અથવા મૌખિક સંદેશમાં રૂપાંતરિત કરવા અથવા તેનાથી વિરુદ્ધ કરવા માટે મોર્સ કોડનો ઉપયોગ કરે છે. મોર્સ કોડમાં, દિવ્યાંગ વ્યક્તિઓ ડૉટ (બિંદુ) અને ડેશ (હાઇફન)ના માધ્યમથી સંદેશા મોકલે છે. એપ્લિકેશન તેને લેખન અથવા વૉઇસના રૂપમાં પકડે છે. તેવી જ રીતે, લેખિત અથવા મૌખિક સંદેશને મોર્સ કોડમાં વાયબ્રેશનમાં ફેરવવામાં આવે છે, જેના આધારે દિવ્યાંગ વ્યક્તિ સંદેશાઓને સમજી શકે છે.
સેમસંગ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ ત્રિવિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, " 'Good Vibes'ને દેશભરમાં દિવ્યાંગ લોકો સુધી પહોંચાડવા માટે અમે 'સેન્સ ઈન્ડિયા' સાથે ભાગીદારી કરી છે. અમે દિલ્હી અને બેંગ્લુરુમાં આ એપ્લિકેશનનો કેવી રીતે ઉપયોગ કરવો તે માટે દિવ્યાંગો અને તેમના સહાયકો સાથે વર્કશોપ યોજ્યા છે. "
તેમણે કહ્યું કે આ એપ samsung ગેલેક્સી સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે અને જલ્દી જ તે Google play store પર પણ ઉપલબ્ધ થશે. દેશભરમાં પાંચ લાખથી વધુ દિવ્યાંગ લોકો હોવાનો અંદાજ છે. ઠાકોરે કહ્યું કે આ એપને વિકસિત થવામાં બે વર્ષથી વધુનો સમય લાગ્યો છે.
કંપનીના કર્મચારીઓએ વૈશ્વિક સી-લેબ કાર્યક્રમ હેઠળ બીજી એપ 'રેલુમિનો' ને પણ લૉન્ચ કરી છે.
આ એવા લોકોની મદદ કરવા માટે કે જેમની દ્રષ્ટિ 50 ટકાથી ઓછી છે. આ એપ્લિકેશન કોઈ તસ્વીરને સ્પષ્ટ રીતે જોવા માટે તેને મોટું કરે છે અને નાનું પણ કરે છે. ઉપરાંત તે ચિત્રના રંગોને સમાયોજિત પણ કરે છે. કંપનીએ દિલ્હીની નેશનલ બ્લાઇંડ એસોસિએશન સાથે ભાગીદારી કરી છે.