મુંબઇ: આપને જણાવી દઇએ કે,અગાઉ રિલાયન્સ ફાઉન્ડેશને માત્ર 2 અઠવાડિયામાં મુંબઇમાં 100 બેડની પ્રથમ કોવિડ -19 હોસ્પિટલ બનાવી હતી. રિલાયન્સ 1 લાખ માસ્ક અને હજારો પીપીઈ પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટનું ઉત્પાદન પણ કરી રહી છે. જેથી દેશના આરોગ્ય કર્મચારીઓનું ધ્યાન રાખી શકાય. રિલાયન્સ પહેલાથી જ ઇમરજન્સી વાહનોમાં ફ્યુઅલ અને ડબલ ડેટા ઉપલબ્ધ કરાવી રહી છે.
ભંડોળની જાહેરાત બાદ મુકેશ અંબાણીએ કહ્યું, અમને વિશ્વાસ છે કે ભારત કોરોનો વાયરસની આપદા પર વહેલી તકે વિજય પ્રાપ્ત કરી લેશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આખી ટીમ સંકટની આ ઘડીમાં દેશની સાથે છે અને કોવિડ -19 સામેની આ લડત જીતવા માટે કાંઇપણ કરી છૂટશે.
-
COVID-19: RIL announces Rs 500 cr donation to PM CARES Fund; 5 cr each to Maha, Gujarat
— ANI Digital (@ani_digital) March 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story l https://t.co/ejKYU1BPvI pic.twitter.com/rovbY0l7OU
">COVID-19: RIL announces Rs 500 cr donation to PM CARES Fund; 5 cr each to Maha, Gujarat
— ANI Digital (@ani_digital) March 30, 2020
Read @ANI Story l https://t.co/ejKYU1BPvI pic.twitter.com/rovbY0l7OUCOVID-19: RIL announces Rs 500 cr donation to PM CARES Fund; 5 cr each to Maha, Gujarat
— ANI Digital (@ani_digital) March 30, 2020
Read @ANI Story l https://t.co/ejKYU1BPvI pic.twitter.com/rovbY0l7OU
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, "કોવિડ-19 રોગચાળા સામે લડવા માટે રાષ્ટ્ર એક થઇ રહ્યું છે ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશન ખાતે અમે તમામ લોકો આપણા દેશવાસીઓ અને મહિલાઓની સાથે છીએ, ખાસ કરીને ફ્રંટલાઇન પર રહેલા લોકોને અમારો સંપૂર્ણ સહયોગ પૂરો પાડવા માટે પ્રતિજ્ઞા લઇએ છીએ.
અમારા ડોક્ટરો અને સ્ટાફે ભારતની પ્રથમ કોવિડ-19 હોસ્પિટલ બનાવવામાં મદદ કરી છે અને કોવિડ-19ની સઘન ચકાસણી, પરીક્ષણ, બચાવ અને સારવારમાટે અમે સરકારને મદદ કરવા માટે કટિબદ્ધ છીએ."
"આપણાં વંચિત અને રોજમદાર સમુદાયને મદદ કરવાની તાતી જરૂરીયાત છે. અમારા ભોજન વિતરણ કાર્યક્રમના માધ્યમથી, અમે દેશભરમાં દૈનિક ધોરણે લાખો લોકોને જમાડીએ છીએ," એમ શ્રીમતી નીતા અંબાણીએ ઉમેર્યું હતું.
રતન ટાટાએ પોતાના સત્તાવાર ટ્વીટર પણ આ દાન અંગેનો એક પત્ર પોસ્ટ કરીને 500 કરોડનું દાન આપવાની જાહેરાત કરી હતી. આ સાથે જ ટાટા સન્સે 1000 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. આ COVID-19 રાહત ભંડોળ માં આ દાન આપવાની તેમણે જાહેરાત કરી હતી.