વપરાશ અને ખાનગી ક્ષેત્રમાં રોકાણના ઘટડાથી આર્થિક વૃદ્ધિ 6 વર્ષના નીચા સ્તરે પહોંચી છે અને ઓગસ્ટમાં આઈઆઈપી કરાર 1.9 ટકાથી નિરાશાજનક રહ્યો છે. જેથી ટોચના નીતિ નિર્ધારકોની સાથે બેન્કરોની બેઠકનું આયોજન કરાયું છે. જે દિલ્હીમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમણની મુલાકાતના એક દિવસ બાદ રાખવામાં આવી છે.
આ બેઠક વિશે વાત કરતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, મિન્ટ રોડ હેડક્વાર્ટર ખાતે યોજાનારી બેઠકમાં એનપીએ ઠરાવ, સંભવિત તણાવગ્રસ્ત સંપત્તિ, એમએસએમઇ લોનનું પુનર્ગઠન અને રિયલ્ટી ક્ષેત્રમાં તણાવ અંગે ચર્ચા થવાની સંભાવના છે.
આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દો છે કે, 10 બેન્કમાંથી કેટલીક બેન્ક માટે સરકારની મેગા મર્જર યોજના લાગું કરાઈ છે. જે જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા 19થી ઘટાડીને 12 કરી રહી છે. આમ, ખાનગી ક્ષેત્રમાં રોકાણના ઘટતાં પ્રમાણને કારણે આર્થિક વદ્ધિ દર સતત નીચે આવી રહ્યો છે. જેથી RBIના ગવર્નરે જાહેર સાહસના પ્રમુખ સાથે મુલાકાત કરીને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો નિર્ણય કર્યો છે.