અદાણી ગ્રુપ કર્મચારીઓની સાથે-સાથે સુરક્ષિત અને અસુરક્ષિત નાણાકીય દેવાના દાવાઓની પતાવટ કરવા માટે રૂપિયા 1000 કરોડ વધુ આપવા માટેની તૈયારી દર્શાવી છે. તો આ રકમ 500-500 કરોડ એમ બે હપ્તામાં આપવામાં આવશે, ત્યારે કંપની મિલકતોની સાથે દેવાની અદલાબદલી માટે બેંકરોને 1000 એકર જમીનને પણ ટ્રાન્ફર કરશે.આ દરખાસ્તનો સ્વીકાર કરવો કે સ્વીકાર ન કરો તે જેપી પર નિર્ભર રહેશે.અદાણી ગ્રુપે દેવાળાની પ્રક્રિયાના પહેલાના દોરમાં જ ભાગ લીધો છે. પણ હાલના સમયમાં તેની નક્કી કરેલી સમયમર્યાદામાં બોલી જમા નથી કરી. જો કે ત્યાર બાદ અદાણી ગ્રુપ જેપી ઈન્ફ્રાટેકને ટેકઓવર કરવા માટે બોલી લગાવવાની ઈચ્છા દર્શાવી છે. ત્યારે જેપી ઈન્ફ્રા જેપી સમુહની કંપની જયપ્રકાશ એસોસિએટ્સની સહયોગી કંપની છે.મળેલી માહિતી મુજબ અદાણી ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડે જેપી ઈન્ફ્રાટેકના આખરી સમાધાન રજૂ કરનાર અનુજ જૈનને સમાધાન યોજના બતાવી છે.
આ સમાધાન યોજના રજૂ કરનાર સાર્વજનિક કંપની એન.બી.સી.સી. તરફથી જમા કરાયેલી સમાધાન યોજના પર વાતચીત કરવા માટે દેવાદારની સમિતીની બેઠક બોલાવી છે.સુત્રોના કહેવા પ્રમાણે સીઓસીની બેઠકના એજન્ડામાં અદાણી ગ્રુપની બોલી પર વિચાર કરાશે તે મુદ્દો સામેલ નથી. પણ દેવાદાર અન મકાન ખરીદનાર બેઠક દરમિયાન દરખાસ્ત પર ચર્ચા કરવા પર નિર્ણય લઈ શકે છે. અદાણી ગ્રુપની બોલીમાં જેપી ઈન્ફ્રાની રીયલ એસ્ટેટ પરિયોજનાઓના નિર્માણમાં તેજી લાવવા માટે અને ઘર ખરીદનારાઓને ઘરનો કબજો મળી તે ઉદ્દેશ્યથી 1700 કરોડ રૂપિયાની રજૂઆત કરી છે.અદાણી ગ્રુપે રજૂઆતમાં કહ્યું છે કે જો સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રીય કંપની કાયદા ન્યાયાધિકરણ(એનસીએલટી) મંજૂરી આપે તો જયપ્રકાશ એસોસિએટ્સ દ્વારા ઘર ખરીદનારાઓની સુરક્ષા માટે જમા કરવા માટે 750 કરોડ રૂપિયાની રકમનો ઉપયોગ દંડ અથવા વ્યાજની ચુકવણી માટે કરી શકે છે.