જાણકારોના કહેવા પ્રમાણે, વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે માર્કેટ ગબડ્યું હતું. સેન્સેક્સ અને નિફટીને સૌથી વધુ રીલાયન્સનો શેર તૂટવાથી અસર થઈ છે. ત્રણ દિવસોમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં 2500 કરોડ રૂપિયા કાઢી લીધા છે.
મોર્ગન સ્ટેનલીએ રીલાયન્સને ડાઉનગ્રેડ કર્યો છે. વેનેઝુએલા અને ઈરાનથી ગેસની આવકમાં ઘટાડો થતાં ગેસ અને પોલીએસ્ટર માર્કેટમાં ઘટાડો જોવાયો છે, અને રીલાયન્સની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જાણકારોના કહેવા મુજબ, સ્ટોક માર્કેટમાં ગાબડાને કારણે ભારતી એરટેલ અને રીલાયન્સ જીઓની વચ્ચેનું અંતર પણ સાવ ઘટી ગયું છે. માર્ચમાં સમાપ્ત થનાર કવાર્ટરમાં મુકેશ અંબાણીની કંપનીએ ચોખ્ખા નફામાં 9.8 ટકાનો વધારો દર્શાવ્યો છે. આ દરમિયાન ગ્રોથ રીફાઈનરીના માર્જિન 17 કવાર્ટરનું સૌથી ઓછું હતું. બીજી તરફ TCS સારા પરિણામ દર્શાવે છે, અને નફામાં 12.8 ટકાનો વધારો થયો છે.