ETV Bharat / business

ગુજરાત બજેટઃ બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ. 442 કરોડની જોગવાઇ - બજેટમાં આદિવાસી વિકાસ માટેની જોગવાઇ

ગુજરાતના નાણા પ્રધાન નીતિન પટેલે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર આજે એટલે કે બુધવારે રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે જાહેરાત કરવામાં આવી છે.

Gujarat budget 2021
Gujarat budget 2021
author img

By

Published : Mar 3, 2021, 6:32 PM IST

  • નાણા પ્રધાન નીતિન પટેલે રજૂ કર્યું બજેટ
  • ગત્ત વર્ષ કરતા આ વર્ષે વધુ રૂપિયાની ફાળવણી
  • અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ

ગાંધીનગરઃ ગુજરાતના નાણા પ્રધાન નીતિન પટેલે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર આજે એટલે કે બુધવારે રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે જાહેરાત કરવામાં આવી છે. નાણા પ્રધાને રાજ્યના વિકાસની કવિતા સાથે બજેટ વાંચવાની શરૂઆત કરી હતી. આ વર્ષનું બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. આ વર્ષે સરકારે બજેટ 2021-22માં કોઈપણ નવા વેરાનો વધારો કર્યો નથી.

  • બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ.442 કરોડની જોગવાઇ

બિન ઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે ઉપયોગમાં લઇ શકાય તે હેતુથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરેલ છે. આ યોજનામાં પ્રથમ તબક્કે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની 50 હજાર એકર ખરાબાની બિનઉપજાઉ જમીન આધુનિક ટેક્નોલોજીથી ઉપજાઉ બનાવવા માટે અને તે દ્વારા મોટી સંખ્યામાં નવી રોજગારીનું નિર્માણ કરવા માટે પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ભાડાપટ્ટે આપવામાં આવશે. જેના થકી બે લાખ મેટ્રિક ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અને પ્રોસેસિંગની તકો ઊભી થશે. આ યોજના માટે રૂ. 100 કરોડની જોગવાઇ કરાઈ છે.

  • નર્સરીઓ અને સેન્ટર ઓફ એક્સેલેન્સના સુદ્દઢીકરણ તેમજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે રૂ. 2 કરોડની જોગવાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.