સૂત્રોના જણાવ્યા અનુસાર GST હેઠળ નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટને ઓળખવા માટે ઇનવૉઇસ મેચિંગ અને સિસ્ટમ સુધારણા માટે અસરકારક સિસ્ટમ સ્થાપિત કરવાના માર્ગો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં GST અંતર્ગત રીટર્નની દેખરેખ અને અનુપાલનના મુદ્દાઓ પર કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન સુધારણા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
અધિકારીઓએ તે રાજ્યોની પણ લિસ્ટ તૈયાર કરી છે જ્યાં GST રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા ઓછી છે. બેઠક દરમિયાન કેટલાક રાજ્યના મુખ્ય સચિવોને વીડિયો કોન્ફરન્સ દ્વારા પણ જોડવામાં આવ્યા હતા.
પીએમઓ દ્વારા આયોજિત મીટિંગ એવા સમયે કરવામાં આવી છે જ્યારે GST કલેક્શન સપ્ટેમ્બરમાં 19 મહિનાની નીચી સપાટીએ આવી ગયું હતું.