મીડિયાને બ્રીફિંગ કરતા વિદેશ મંત્રાલયના આર્થિક સંબંધોના સચિવ ટી.એસ. તિરૂમૂર્તિએ કહ્યું હતું કે, વડાપ્રધાન સાઉદી અરેબિયાના રાજાને મળશે અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત કરશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, પ્રતિનિધિ કક્ષાની વાતો કર્યા બાદ વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ અને વિભિન્ન ક્ષેત્રોમાં સમજૂતીના પત્ર પર સહી કરવામાં આવશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન સાઉદી અરેબિયામાં રુપે કાર્ડ પણ લોન્ચ કરશે.
સાઉદી અરેબિયા ભારતનો ચોથો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં તાજેતરના વર્ષોમાં વધારો જોવા મળ્યો છે. વર્ષ 2017-18માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં 9.56% નો વધારો જોવા મળ્યો છે. રિયાદ ભારતનો સૌથી મોટો ઉર્જા સપ્લાયર પણ છે.