- દેશમાં પેટ્રોલ-ડીઝલની (Petrol-Diesel) વધતી કિંમત પર કોઈ અંકુશ નથી
- આજે (શુક્રવારે) પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ચોથા દિવસે વધારો થયો છે
- દિલ્હીમાં 4 દિવસથી સતત વધારાના કારણે દિલ્હીમાં પેટ્રોલ 1.10 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું
નવી દિલ્હીઃ કાચા તેલમાં ઉછાળા આવવાના કારણે પેટ્રોલ-ડીઝલની (Petrol-Diesel) કિંમત પર કોઈ અંકુશ નથી. ત્યારે આજે (શુક્રવારે) પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ચોથા દિવસે વધારો થયો છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 20 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે. જ્યારે ડીઝલ આજે ફરી એક વખત 35 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે. આ મહિનાના પહેલા 8 દિવસમાં જ પેટ્રોલ દોઢ રૂપિયાથી વધુનો ઉછાળો જોઈ ચૂક્યું છે. ઓક્ટોબરના હજી તો આઠ દિવસ જ થયા છે અને આટલા દિવસોમાં 5 દિવસ ઈંધણ તેલની કિંમતમાં વધારો થયો છે.
આ પણ વાંચો- સપ્તાહના છેલ્લા દિવસે આજે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 17,800ને પાર, સેન્સેક્સ 60,000ની નજીક પહોંચ્યો
બ્રેન્ટ ક્રુડની કિંમત પણ વધી
કાચા તેલની વાત કરીએ તો, ક્રુડ ત્રણ વર્ષોના ઉચ્ચ સ્તર પર જતું રહ્યું છે. જોકે, છેલ્લા વેપારી સત્રમાં બ્રેન્ટ ક્રુડની કિંમત 1.07 ટકા ઘટીને 80.21 ડોલર પ્રતિ બેરલ થયું છે.
આ પણ વાંચો- GST સતત ત્રીજા મહિને રૂ.1 લાખ કરોડને પાર, સપ્ટેમ્બરમાં થયું આટલા કરોડ રૂપિયાનું કલેક્શન
જાણો, ક્યાં શું કિંમત છે?
શહેર | પેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર) | ડીઝલ (રૂ.) (પ્રતિલિટર) |
અમદાવાદ | 100.13 | 98.90 |
દિલ્હી | 103.54 | 92.12 |
મુંબઈ | 109.54 | 99.92 |
કોલકાતા | 104.23 | 95.23 |
ચેન્નઈ | 101.01 | 96.60 |
બેંગ્લોર | 107.04 | 97.77 |
ભોપાલ | 112.07 | 101.17 |
લખનઉ | 100.60 | 92.55 |
પટના | 106.59 | 98.65 |
ચંદીગઢ | 99.67 | 91.85 |
cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે
પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.
નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.