લંડન : પંજાબ નેશનલ બેન્ક છેતરપીંડી અને મનીલોન્ડરીંગ કેસમાં ભારતની સાથે પ્રત્યર્પણનો કેસ લડી રહેલા હીરા ઉદ્યોગી નીરવ મોદીને બ્રિટનની કોર્ટમાં આજે સોમવારે રજૂ કરવામાં આવશે. કોરોના વાઇરસની સ્થિતિને લઇ ચાલી રહેલા લોકડાઉનના પગલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી થઇ શકે છે.
નીરવ મોદીની ગત વર્ષે માર્ચમાં ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ દક્ષિણ-પશ્ચિમ લંડનની વૈડસવર્થ જેલમાં બંધ હતો અને તેને લંડનમાં વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવતો હતો. પરંતુ જેલ અને કોર્ટમાં ડિસ્ટન્સના નિયમના પગલે વીડિયો કોન્ફરન્સના માધ્યમનો જ એક વિકલ્પ રહ્યો છે.
મહત્વનું છે કે, આજરોજ સોમવારે શરૂ થયેલી સુનાવણી આવનારા 5 દિવસ સુધી ચાલશે.