ETV Bharat / business

મોદી સરકારે બેન્ક કર્મચારીઓનું કૌટુંબિક પેન્શન વધારવા આપી મંજૂરી - રાષ્ટ્રીય પેન્શન યોજના

કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે (Union Finance Minister Nirmala Sitharaman) મૃત બેન્ક કર્મચારીઓના કૌટુંબિક પેન્શન વધારવાના ઈન્ડિયન બેન્કિંગ એસોસિએશન (Indian Banking Associationની જોગવાઈ અને કર્મચારી પેન્શન ફંડમાં બેન્કની ભાગીદારી વધારવાની જોગવાઈને મંજૂરી આપી છે. આ અંગે વાંચો વરિષ્ઠ સંવાદદાતા કૃષ્ણાનંદ ત્રિપાઠીનો અહેવાલ.

author img

By

Published : Aug 26, 2021, 1:07 PM IST

  • મૃત બેન્ક કર્મચારીઓનું કૌટુંબિક પેન્શન વધારવા કેન્દ્ર સરકારે આપી મંજૂરી
  • ઈન્ડિયન બેન્કિંગ એસોસિએશનની (Indian Banking Association) જોગવાઈ અને કર્મચારી પેન્શન ફંડમાં બેન્કની ભાગીદારી વધારવાની જોગવાઈને મંજૂરી
  • આ પગલાંથી બેન્કિંગ ક્ષેત્રના કર્મચારીઓનું કૌટુંબિક પેન્શન 30,000 રૂપિયાથી 35,000 રૂપિયા પ્રતિ પરિવાર થઈ જશે
  • નવી જોગવાઈ રેટ્રસ્પિક્ટિવ્લી રૂપથી અસરથી લાગુ થશે અને તેને આ વર્ષે એપ્રિલથી લાગુ કરવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે બેન્કિંગ ક્ષેત્રમાં લગભગ 1,25,000 કૌટુંબિક પેન્શનર્સને એક મોટી રાહત આપી છે. કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે (Union Finance Minister Nirmala Sitharaman) બુધવારે એક મૃત બેન્ક કર્મચારીના કૌટુંબિક પેન્શનને તેમના દ્વારા લેવામાં આવેલા અંતિમ વેતનના 30 ટકા વધારવાની ઈન્ડિયન બેન્કિંગ એસોસિએશનની જોગવાઈને (Indian Banking Association's proposal) મંજૂરી આપી છે.

આ પણ વાંચો- National Monetization Pipeline : નાણાપ્રધાન સીતારમણે શરૂ કરી આ યોજના, આ છે હેતુ...

મુંબઈમાં નાણાકીય સેવા વિભાગના સચિવે આ નિર્ણયની જાહેરાત કરી

આ પગલાંથી બેન્કિંગ ક્ષેત્રના કર્મચારીઓનું કૌટુંબિક પેન્શન 30,000 રૂપિયાથી 35,000 રૂપિયા પ્રતિ પરિવાર થઈ જશે. જ્યારે વર્તમાનમાં મોટા ભાગનું કૌટુંબિક પેન્શન 9,000 રૂપિયાથી થોડું વધુ છે. આ નિર્ણયની જાહેરાત મુંબઈમાં નાણાકીય સેવા વિભાગના સચિવ (secretary in the department of financial services) દેબાશિષ પાંડા (Debasish Panda)એ કરી હતી. નવી જોગવાઈ રેટ્રસ્પિક્ટિવ્લી રૂપથી અસરથી લાગુ થશે અને તેને આ વર્ષે એપ્રિલથી લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો- નાણાપ્રધાને બેંકના કર્મચારીના પેન્શન અંગે કહી આ વાત, થશે ફાયદો...

આ નિર્ણય સાર્વજનિક ક્ષેત્રના બેન્ક કર્મચારીઓના વેતન સંશોધન પર 11મા દ્વિદળીય સમજૂતીના ક્રમમાં છે

સાર્વજનિક ક્ષેત્રના બેન્કોના કામકાજની સમીક્ષા માટે પોતાના 2 દિવસીય મુંબઈ પ્રવાસમાં નાણાંપ્રધાનની સાથે આવેલા પાંડાએ સંવાદદાતાઓને કહ્યું હતું કે, આ નિર્ણય સાર્વજનિક ક્ષેત્રના બેન્ક કર્મચારીઓના વેતન સંશોધન પર 11મા દ્વિદળીય સમજૂતીના ક્રમમાં છે, જેની પર છેલ્લા વર્ષના નવેમ્બરમાં બેન્ક યુનિયન્સ (bank unions)ની સાથે ઈન્ડિયન બેન્ક એસોસિએશન (Indian Bank Association) દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

બેન્ક કર્મચારીઓનું કૌટુંબિક પેન્શન વધ્યું

રાષ્ટ્રીય પેન્શન યોજના (National Pension Scheme) અંતર્ગત કૌટુંબિક પેન્શન અને નોકરીદાતાના યોગદાનમાં વૃદ્ધિની જોગવાઈ બેન્ક મેનેજમેન્ટ અને કર્મચારી સંઘો અને અધિકારી સંઘો વચ્ચે દ્વિપક્ષીય સમજૂતીનો ભાગ હતી. આ પહેલા આ યોજનામાં વેતનનો સ્લેબ 15 ટકા, 20 ટકા અને 30 ટકા હતો, જે તે સમયે એક પેન્શનર મેેળવી રહ્યો હતો, પરંતુ આની મહત્તમ સીમા 9,284 રૂપિયા હતી.

સચિવ દેબાશિષ પાંડાએ જણાવ્યું હતું કે, આ એક ખૂબ જ સામાન્ય રકમ હતી અને નાણાંપ્રધાન ચિંતામાં હતાં. એટલે તેઓ ઈચ્છતાં હતાં કે, આમાં સંશોધન કરવામાં આવે, જેથી બેન્ક કર્મચારીઓના પરિવારના સભ્યોને જીવિત રહેવા અને બનાવી રાખવા માટે એક સારી રકમ મળી શકે.

બેન્કનું એનપીએસ (NPS) યોગદાન 40 ટકા વધ્યું

સરકારે નવી પેન્શન યોજના (New Pension Scheme) અંતર્ગત નોકરીદાતાના યોગદાનને વર્તમાન 10 ટકાથી વધારીને 14 ટકા કરવાની જોગવાઈને મંજૂરી આપી દીધી છે. પાંડાએ કહ્યું હતું કે, 40 ટકાની વૃદ્ધિ થઈ છે. સરકારે કહ્યું હતું કે, પીએસયુ બેન્ક કર્મચારીઓ (PSU bank employees)ના હજારો પરિવાર આ વધેલ કૌટુંબિક પેન્શનનો લાભ લેશે. જ્યારે નોકરીદાતાના યોગદાનમાં વૃદ્ધિથી બેન્ક કર્મચારીઓને નવી પેન્શન યોજના અંતર્ગત નાણાકીય સુરક્ષા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.