નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકારને આર્થિક મંદીના કારણે વિદેશી હિતને લઇને ચેતવણી આપી હતી અને કહ્યું કે આ જ કારણે ભારતીય કંપની વિદેશી કંપનીઓ માટે આકર્ષક લક્ષ્ય બની ગઇ છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા કહ્યું કે, 'મોટી માત્રામાં આર્થિક મંદીના કારણે કેટલાક ઉદ્યોગો નબળા પડી ગયા છે. દેશમાં સંકટના સમયે સરકારને કોઇ પણ વિદેશી લાભને જોતા ભારતીય ઉદ્યોગો પર નિયંત્રણ સ્થાપિત કરવાની પરવાનગી આપવી ન જોઇએ.’
લોકડાઉન વચ્ચે કેટલાક ઉદ્યોગ બંધ થવાને આરે પહોંચ્યા છે. કોંગ્રેસે પહેલાથી જ ઉદ્યોગો માટે આર્થિક પેકેજની માગ કરી છે.