ETV Bharat / business

JIO-BPએ શરૂ કર્યો પોતાનો પહેલો પેટ્રોલ પંપ, 2025 સુધી 5,500 પેટ્રોલ પંપ બનાવવાની યોજના - જિયો-બીપી

મુકેશ અંબાણી (Mukesh Ambani)ની આગેવાનીવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી (Reliance Industry) તથા ઊર્જા ક્ષેત્રની દિગ્ગજ BPએ પોતાનો પહેલો પેટ્રોલ પંપ ખોલી દીધો છે. 1,400 પેટ્રોલ પંપો (Petrol Pump)ના વર્તમાન નેટવર્કને નવેસરથી જિયો-બીપીના રુપમાં બ્રાન્ડ કરવામાં આવશે.

JIO-BPએ પોતાનો પહેલો પેટ્રોલ પંપ ખોલ્યો
JIO-BPએ શરૂ કર્યો પોતાનો પહેલો પેટ્રોલ પંપ,
author img

By

Published : Oct 27, 2021, 5:15 PM IST

  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને BPએ પોતાનો પહેલો પેટ્રોલ પંપ ખોલ્યો
  • ગ્રાહકોને ઈંધણ માટેના અનેક વિકલ્પ મળશે
  • પેટ્રોલ પંપ નવી મુંબઈના નાવડેમાં ખોલવામાં આવ્યો

નવી દિલ્હી: મુકેશ અંબાણી (Mukesh Ambani)ની આગેવાનીવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી (Reliance Industry) તથા ઊર્જા ક્ષેત્રની દિગ્ગજ BPએ પોતાનો પહેલો પેટ્રોલ પંપ (Petrol Pump) ખોલી દીધો છે. બંને કંપનીઓએ મંગળવારના એક સંયુક્ત નિવેદનમાં આ જાણકારી આપી. આ પેટ્રોલ પંપ પર ગ્રાહકોને ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સહિત અનેક ઈંધણ વિકલ્પ ઉપલબ્ધ થશે.

વિશ્વસ્તરીય મોબિલિટી સ્ટેશનોનું નેટવર્ક

રિલાયન્સ બીપી મોબિલિટી લિમેટેડ (RBML)નો આ પેટ્રોલ પંપ નવી મુંબઈના નાવડેમાં ખોલવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મહામારીથી પ્રભાવિત આ પડકારજનક માહોલમાં જિયો BP વિશ્વસ્તરીય મોબિલિટી સ્ટેશનોનું નેટવર્ક શરૂ કરી રહી છે. આ સ્ટેશનો પર ગ્રાહકોને ઈંધણના અનેક વિકલ્પ ઉપલબ્ધ થશે. વર્ષ 2019માં BPએ રિલાયન્સની માલિકીવાળા 1,400થી વધારે પેટ્રોલ પંપ તથા 31 વિમાન ઈંધણ (ATF) સ્ટેશનોમાં 49 ટકા ભાગેદારી હસ્તગત કરી હતી.

2025 સુધીમાં પેટ્રોલ પંપની સંખ્યા 5,500 સુધી લઈ યોજના

રિલાયન્સના વર્તમાન પેટ્રોલ પંપને આ સંયુક્ત સાહસ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. સંયુક્ત સાહસની યોજના 2025 સુધીમાં પેટ્રોલ પંપની સંખ્યા 5,500 સુધી લઈ જવાની છે. RBMLમાં બાકીની 51 ટકા ભાગેદારી રિલાયન્સ પાસે છે. દેશના ઓટો ફ્યુઅલ રિટેલ સેક્ટરમાં જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓનું વર્ચસ્વ છે. દેશમાં કુલ 78,751 પેટ્રોલ પંપમાંથી મોટાભાગના પંપની માલિકી જાહેર ક્ષેત્રની કંપનીઓની છે. RBML પાસે 1,427 આઉટલેટ્સ છે, જ્યારે રોસનેફ્ટ સમર્થિત નાયરા એનર્જીની પાસે 6,250 પેટ્રોલ પંપ છે. શેલના 285 પેટ્રોલ પંપ છે.

ભારતનું ઇંધણ અને પરિવહન બજાર વિકસી રહ્યું છે

નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 1,400 પેટ્રોલ પંપોના વર્તમાન નેટવર્કને નવેસરથી જિયો-બીપીના રુપમાં બ્રાન્ડ કરવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતનું ઇંધણ અને પરિવહન બજાર ઝડપથી વધી રહ્યું છે. આગામી 20 વર્ષોમાં તે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઇંધણ બજારોમાંનું એક હશે.

આ પણ વાંચો: આજે ફરી એક વાર Share Marketની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 174.95 પોઈન્ટ ઉછળ્યો

આ પણ વાંચો: સપ્તાહનો બીજો દિવસ Share Market માટે રહ્યો મંગળ, સેન્સેક્સ 383 અને નિફ્ટી 143 પોઈન્ટ ઉછળ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.