કેબિન ક્રૂ મેમ્બર્સ, એરક્રાફ્ટ એન્જિનિયર અને ગ્રાઉન્ડ સ્ટાફ સહિત જેટ એરવેઝના લગભગ 500 કર્મચારીઓએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
જેટ એરવેઝના એક કર્મચારીએ જણાવ્યું હતું કે અમને ફબ્રુઆરી મહિનાનો પગાર નથી મળ્યો, અને અમે EMI ડિફોલ્ટર્સ બની ગયા છીએ. અમે આ વાતની ચિંતા છે કે, અમે લોન કેવી રીતે ચૂકવીશું.
જેટ એરવેઝમાં સુરક્ષા વિભાગના પુષ્પેન્દ્ર સિંહએ SBIનું ક્રિડિટ કાર્ડ બતાવતા કહ્યું કે, આ કાર્ડની અવધી 1 લાખ 30 હજાર છે અને મે તેના બધા પૈસાનો ઉપયોગ કરી લીધો છે અને જો SBI જેટ એરવેઝનું લોન નહી આપે તો, હું ક્રેડિટ કાર્ડ માટે પણ ચૂકવણી નહી કરી શકીશ.
જેટ એરવેઝમાં જૂનિયર એન્જિનિયર તરીકે કામ કરી રહેલા માધવીએ SBIને જેટના અસ્થાયી રૂપમાં બંઘ કરવા માટે દોષી ગણયા છે. તેમણે કહ્યું કે, SBIએ જેટ એરવેઝના CEO નરેશ ગોયલના રાજીનામા બાદ 1,500 કરોડ રૂપિયાની અતરિમ ભંડોળ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ જ્યારે નરેલ ગોયલે પદ છોડ્યું ત્યારે SBIએ એચલાઈન્સને ચૂંકવણી કરવાની ના પાડી હતી.
ઉલ્લેખનીય છે કે, જેટ એરવેઝને 17 એપ્રિલે પોતાની આંતરરાષ્ટ્રીય બઘી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. જેટ એરવેઝના બધા સંચાલને અસ્થાયી રૂપથી બંધ કરવાના નિર્ણયથી લગભગ 22,000 કર્મચારીઓ રસ્તા પર લાવી દીધી છે.