ETV Bharat / business

લોકડાઉનમાંથી બહાર નીકળવા માટે વિચારીને રણનીતિ ઘડવાની જરૂર: રિપોર્ટ

પાછલા નાણાકીય વર્ષના ચોથા અને છેલ્લા ક્વાટરમાં( જાન્યુઆરીથી માર્ચ) વૃદ્ધિ દર 40 ક્વાર્ટર્સના નીચેના સ્તર 3.1 ટકાના સ્તર પર આવી ગયો છે. કોરોના વાઇરસને અંકુશમાં લેવા માટે 25 માર્ચથી દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેણે આર્થિક પ્રવૃત્તિઓને ભારે અસર કરી છે. લોકડાઉનનો ચોથો તબક્કો રવિવાર 31 મે સુધી છે.

રિપોર્ટ
રિપોર્ટ
author img

By

Published : May 30, 2020, 5:32 PM IST

નવી દિલ્હી: વિકાસ દરમાં સતત ઘટાડાને રોકવા માટે ભારતે લોકડાઉનમાંથી બહાર નીકળવાની રણનીતિ ઘડવી પડશે. એસબીઆઈના એક રિસર્ચ રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.

પાછલા નાણાકીય વર્ષના ચોથા અને છેલ્લા ક્વાટરમાં( જાન્યુઆરીથી માર્ચ) વૃદ્ધિ દર 40 ક્વાર્ટર્સના નીચેના સ્તર 3.1 ટકાના સ્તર પર આવી ગયો છે. કોરોના વાઇરસને અંકુશમાં લેવા માટે 25 માર્ચથી દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેણે આર્થિક પ્રવૃત્તિઓને ભારે અસર કરી છે. લોકડાઉનનો ચોથો તબક્કો રવિવાર 31 મે સુધી છે.

એસબીઆઈના આ રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે કે, "હવે અમારું માનવું છે કે લોકડાઉનમાંથી બહાર નીકળવાની સમજદારી પૂર્વક રણનીતિ ઘડવી પડશે. દેશવ્યાપી લાંબા ગાળાના લોકડાઉનના પગલે વૃદ્ધિદરમાં પણ લાંબા ગાળાનો ઘટાડો થશે."

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અગાઉના અનુભવો દર્શાવે છે કે મંદીમાંથી બહાર નીકળવાની ગતિ તદ્દન ધીમી છે. આર્થિક પ્રવૃત્તિઓને જૂના સ્તરે પહોંચવામાં લગભગ પાંચથી દસ વર્ષનો સમય લાગે છે.

શુક્રવારે જાહેર થયેલા જીડીપી ડેટા પરના અહેવાલમાં જણાવાયું છે કે માર્ચના છેલ્લા કેટલાક દિવસોમાં બંધને કારણે ચોથા ક્વાર્ટરનો વૃદ્ધિ દર 3.1 ટકા નોંધાયો છે જે 40 ક્વાર્ટરના નીચા સ્તરે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો આપણે વિવિધ ક્ષેત્રની વાત કરીએ તો માત્ર કૃષિ ક્ષેત્રે સારું પ્રદર્શન થયું છે. પાછલા નાણાકીય વર્ષમાં કૃષિ અને તેની સાથે સંકળાયેલ પ્રવૃત્તિઓનો વિકાસ દર ચાર ટકા હતો, જે અગાઉના નાણાકીય વર્ષ 2018-19માં 2.4 ટકા હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.