નવી દિલ્હી: ફિચ રેટિંગ્સે કહ્યું હતું કે, તેણે ભારતનો વૃદ્ધિદર ઘટાડી 2 ટકા કર્યો છે. જે 30 વર્ષમાં સૌથી નીચા સ્તર પર હશે. અગાઉ તેણે આ અંદાજ ઘટાડીને 5.1 ટકા કર્યો હતો.
કોવિડ-19 મહામારીને કારણે થયેલા લોકડાઉનને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીનો ભોગ બની છે, જેની અસર ભારત પર પણ પડી છે.
ફિચ રેટીંગ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે, "ફિચને આ વર્ષે વૈશ્વિક મંદીની અપેક્ષા છે અને માર્ચ 2021 માં પૂરા થતાં નાણાકીય વર્ષ માટે ભારતના વિકાસ દરના અંદાજને ઘટાડીને બે ટકા કરવામાં આવ્યો છે."
અગાઉ ફિચે ભારતનો વૃદ્ધિદર ઘટાડીને 5.1 ટકા કર્યો હતો, જે હવે વધુ ઘટાડવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા આર્થિક સુધારા બાદ સૌથી ઓછું વૃદ્ધિદર મેળવી શકે છે.