ETV Bharat / business

RBIનો પ્રતિબંધ હટ્યા પછી HDFC બેન્કે 4 લાખ નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરી રેકોર્ડ બનાવ્યો - New feature and benefits

ખાનગી ક્ષેત્રની બેન્ક એચડીએફસી (HDFC)એ ચાર લાખ નવા ક્રેડિટ કાર્ડ જાહેર કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. આ કાર્ડ ગયા મહિને રિઝર્વ બેન્કના પ્રતિબંધ હટ્યા પછી જાહેર કરવામાં આવ્યા છે.

RBIનો પ્રતિબંધ હટ્યા પછી HDFC બેન્કે 4 લાખ નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરી રેકોર્ડ બનાવ્યો

author img

By

Published : Sep 30, 2021, 11:41 AM IST

  • HDFC બેન્કે 4 લાખ નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કર્યા
  • RBIનો પ્રતિબંધ હટ્યા પછી HDFC બેન્કે ઈશ્યુ કર્યા ક્રેડિટ કાર્ડ
  • RBIએ ગયા મહિને HDFC બેન્ક પરથી પ્રતિબંધ હટાવ્યો હતો

નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની બેન્ક એચડીએફસી (HDFC)એ ચાર લાખ નવા ક્રેડિટ કાર્ડ જાહેર કર્યા છે. આ કાર્ડ ગયા મહિને રિઝર્વ બેન્કના પ્રતિબંધ હટ્યા પછી જાહેર કરવામાં આવ્યા છે. બેન્કે આ અંગે જણાવ્યું હતું કે, તેમણે પ્રતિબંધ હટ્યા પછી જ આ ચાર લાખ નવા ક્રેડિટ કાર્ડ જાહેર કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. HDFC બેન્કે કહ્યું હતું કે, આ નવા કાર્ડ 21 સપ્ટેમ્બર 2021 સુધી જાહેર કરવામાં આવ્યા છે અને આ બેન્કના ઝડપી વિકાસને દર્શાવે છે. HDFC બેન્કમાં પેમેન્ટ, કન્ઝ્યુમર ફાઇનાન્સ, ડિજિટલ બેન્કિંગ અને આઈટીના સમૂહ પ્રમુખ પરાગ રાવે કહ્યું હતું કે, બેન્ક પોતાના ક્રેડિટ કાર્ડના ગ્રાહકોની સંખ્યાને ઝડપથી વધારશે અને ટૂંક જ સમયમાં ગુમાવેલું બજાર ફરી હાંસલ કરવાનો પ્રયાસ કરશે.

અમે કાર્ડના માધ્યમથી ઉદ્યોગમાં ફેરફાર લાવવા તૈયારઃ HDFC

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બેન્કે તમામ પ્રકારના ગ્રાહકોમાં રેકોર્ડ વૃદ્ધિ દર હાંસલ કર્યો છે અને એ પણ તમામ વર્ગોમાં સારા ક્લાસના કાર્ડોના માધ્યમથી ઉદ્યોગમાં ફેરફાર લાવવા તૈયાર છે. રાવે કહ્યું હતું કે, અમે પોતાના કાર્ડની સંખ્યાને ખૂબ જ તેજીથી વધારવા માગીએ છીએ. અમને એ જણાવતા ખુશી થઈ રહી છે કે, જ્યારથી પ્રતિબંધ હટ્યો છે. ત્યારથી આ મહિને સપ્ટેમ્બરના અંત સુધીમાં અમે ખૂબ જ ઓછા સમયમાં 4 લાખ નવા કાર્ડ ઈશ્યુ કરી ચૂક્યા છે. અમારા મતે આ મોટી ઉપલબ્ધી છે. સાથે જ મારું માનવું છે કે, આ ખૂબ જ ઓછા સમયમાં ઉદ્યોગમાં મોટું કામ છે. જેમ જેમ અમે આગળ વધીશું. અમારી સતત વૃદ્ધિની રણનીતિ હશે.

નવા વેરિયન્ટ આગામી મહિને ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, નવા કોઈ વેરિયન્ટ આગામી મહિને ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે. વર્તમાન ફ્રિડમ અને મિલેનિયા કાર્ડધારક પણ નવા લાભનો આનંદ લઈ શકશે અને આ અંગે બેન્ક તરફથી જાણ કરવામાં આવશે. બેન્કે ત્રણ કાર્ડ, HDFC બેન્કના મિલેનિયા, મનીબેક પ્લસ અને ફ્રિડમ કાર્ડને ફરીથી લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જેનો દાવો છે કે, ગ્રાહકોના હાથમાં વધુ સરળતા માટે નવી નવી સુવિધા અને લાભોને જોડવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Petrol Diesel નો બોજ, ખિસ્સા પર વધુ ભારે છે! આજે ભાવ ફરી વધ્યા

આ પણ વાંચો- આજે Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 32 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટી માત્ર 9 પોઈન્ટ ઉછળ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.