ગૂગલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશની એકમાત્ર LBMA માન્યતા પ્રાપ્ત ગોલ્ડ રિફાઈનરી કંપની સાથે આ ભાગીદારીથી Google Payનો ઉપયોગ કરનારને 99.99 ટકા શુદ્ધ 24 કેરેટ સોનાની ખરીદી કરી શકે છે.
ગૂગલ ઇન્ડિયાના ઉત્પાદન ડિરેક્ટર અંબરીશ કનધેએ જણાવ્યું કે, "ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં સોનાનું ખૂબજ મહત્વ છે, તે ભારતને વિશ્વનો બીજો સૌથી મોટો સ્વર્ણ ગ્રાહક દેશ બનાવે છે. ભારતીય લોકો અક્ષય તૃતિયા, ધનતેરસ અને દિવાળીમાં સોનું ખરીદે છે. "
એપ્લિકેશન યુઝર કોઈપણ મૂલ્યના ગોલ્ડ ખરીદી શકે છે અને તેને એમએમટીસી-પીએમપી સલામત રીતે તીજોરીમાં રાખશે. યુઝર્સ કોઈપણ સમયે નવી કિંમતે આ ગોલ્ડ વેચી શકે છે. ભાવ દર મિનિટે અપડેટ કરવામાં આવશે, જે Google Pay App પર જોઈ શકાશે.
આ જાહેરાત એવા સમયે કરવામાં આવી હતી જ્યારે દિલ્હી હાઇકોર્ટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને પૂછ્યું હતું કે Google Pay મંજૂરી વગર નાણાકીય લેવડ-દેવડ કરે છે. કોર્ટે આરબીઆઈ અને ગૂગલ ઇન્ડિયાને નોટિસ જારી કરી છે અને આ સ્થિતિમાં, તેઓએ તેમના વલણ વિશે પૂછ્યું છે. બુધવારે એક નિવેદનમાં ગૂગલ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગૂગલ તમામ કાનૂની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.