ETV Bharat / business

Gold-Silverની કિમતમાં ફરી એક વાર તેજી જોવા મળી, ચાંદી 500 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ

વૈશ્વિક વલણ અને કમજોર ડોલરના કારણે ઘરેલુ શરાફા બજારમાં સોના અને ચાંદીની કિંમતમાં (Gold Silver Price) ફરી એક વાર તેજી જોવા મળી રહી છે. તે દરમિયાન ચાંદી લગભગ 500 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ છે. જો તમે સોનાની ખરીદી કરવા માગો છો તો એક વાર રેટ ચકાસી લેજો.

Gold-Silverની કિમતમાં ફરી એક વાર તેજી જોવા મળી, ચાંદી 500 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ
Gold-Silverની કિમતમાં ફરી એક વાર તેજી જોવા મળી, ચાંદી 500 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ
author img

By

Published : Aug 24, 2021, 12:30 PM IST

  • વૈશ્વિક વલણ અને કમજોર ડોલરના કારણે શરાફા બજારમાં સોના-ચાંદીની કિંમતમાં (Gold Silver Price) તેજી આવી
  • ચાંદી (Silver) 500 રૂપિયા મજબૂત થઈને 62,705 રૂપિયા પ્રતિ કિલો રહી છે
  • સોમવારે સોનાની કિંમત (Gold Price) વધીને 47,411 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો

નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં મજબૂત વલણ અને ડોલર કમજોર થવાના કારણે ઘરેલુ શરાફી બજારમાં સોનાની કિંમતમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, સોમવારે સોનાનો ભાવ વધીને 47,411 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. જ્યારે શરૂઆતી વેપારમાં 47,306 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યો હતો. આના જ કારણે 100 રૂપિયાથી વધુની તેજી જોવા મળી છે. તો આ તરફ ચાંદીની કિંમતોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. ચાંદી 500 રૂપિયા મજબૂત થઈને 62,705 રૂપિયા પ્રતિ કિલો રહી છે. તો શરૂઆતી વેપારીમાં આની કિંમત 62,202 રૂપિયા કિલો હતી.

આ પણ વાંચો- આજે Petrol અને Diesel બંને 15 પૈસા સસ્તા થયા, Petrolની કિંમત 38 દિવસ પછી બીજી વાર ઘટી

દિલ્હી શરાફી બજારમાં સોનામાં 7 રૂપિયાનો સામાન્ય વધારો થયો

આ રીતે જ 99.5 ટકા શુદ્ધતાવાળું સોનું 47,221 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, જે શરૂઆતમાં 47,117 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યું હતું. તો 91.6 ટકાવાળું સોનું 43,428 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું હતું. કિંમતી ધાતુની આ કિંમતોમાં જીએસટી (GST) સામેલ નથી. તો એચડીએફસી સિક્યોરિટીઝ (HDFC Securities)ના મતે, મજબૂત વૈશ્વિક વલણ અને કમજોર ડોલરથી દિલ્હી શરાફી બજારમાં સોનું 7 રૂપિયાના સામાન્ય વધારા સાથે 46,223 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. આ છેલ્લા વેપારી સત્રમાં સોનું 46,216 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ રીતે જ ચાંદી પણ 377 રૂપિયાની તેજી સાથે 60,864 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. તો છેલ્લા વેપારી સત્રમાં ચાંદી 60,487 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી.

આ પણ વાંચો- આજે સતત બીજા દિવસે Share Marketની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 97 પોઈન્ટ ઉછળ્યો

ચાંદી સામાન્ય તેજી સાથે 23.26 ડોલર પ્રતિ ઔંસ થઈ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધારા સાથે 1,785 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યું. તો ચાંદી સામાન્ય તેજી સાથે 23.26 ડોલર પ્રતિ ઔંસ થઈ છે. તો નિષ્ણાતોના મતે, કોમેક્સમાં સોમવારે સોનાની કિંમત 1,785 ડોલર પ્રતિ ઔંસ ચાલી રહી હતી, જેના કારણે સોનામાં લાભ જોવા મળ્યો છે. તો ઈન્દોરમાં સ્થાનિક શરાફી બજારમાં સોમવારે સોનું 50 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 1,450 રૂપિયા પ્રતિ કિલોની તેજી શનિવારની તુલનામાં થઈ હતી. સોનું વધીને 48,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું. જ્યારે ચાંદી 64,750 રૂપિયા પ્રતિ કિલો રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.