- સોનાની કિંમતમાં ઘટાડો
- મલ્ડી કમોડિટી એક્સેચેન્જમાં ગોલ્ડ 0.05 ટકાનો ઘટાડો
- ગોલ્ડની કિંમત આજે 48,270 રૂપિયા
દિલ્હી : સોનાની કિંમત (Gold Price Today)માં આજે ઘટાડો જોવા મળ્યો છે. મલ્ડી કમોડિટી એક્સેચેન્જમાં ગોલ્ડ 0.05 ટકાનો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. અગસ્ત ડિલેવરી વાળા ગોલ્ડની કિંમત આજે 48,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. આજના હાઈ રેટસની વાત કરીએ તો આ 48, 298 રૂપિયા છે, જ્યારે આજે નિચલા સ્તરે 48,254 રૂપિયા છે. આ સિવાય ચાંદીની કિંમતમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આજના કોરાબારમાં ચાંદી 012 ટકા એટલે કે 86 રૂપિયાની તેજી સાથે 69,498 રૂપિયા પ્રતિગ્રામના સ્તરે છે.
7921 રૂપિયા સસ્તું
વર્ષ 2020 ની વાત કરીએ તો, MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ પાછલા વર્ષના સમાન ગાળામાં સૌથી વધુ 56,191 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. આજે સોનું ઓગસ્ટ ફ્યુચર્સMCX પર 10 ગ્રામ દીઠ રૂપિયા 48,270 ના સ્તરે છે, એટલે કે તે હજી પણ લગભગ 7921 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે.
આ પણ વાંચો : ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની મોટી કાર્યવાહી, 66.4 કિલો સોનું કર્યુ કબ્જે
ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો હાલ
ઈન્ટરનેશનલ માર્કેટની વા ત કરીએ તો અહીંયા સોનું 1,824.81 પ્રતિ ડોલર પર સ્થિર હતું. ચાંદી 0.3 ટકા ઘટીને 26.16 ડોલર પ્રતિ ઔસ પૈલેડિયમ 0.8 ટકાના ઘટાડા સાથે2,806.78 ડોલર અને પ્લૈટિનમ 0.5 ટકાના ઘટાડા સાથે 1,123.83 ડોલર પર આવી ગયું.
આ પણ વાંચો : Gold Rate : સસ્તું સોનું ખરીદવાની તક, આજથી 16 જુલાઈ સુધી- તો રાહ કોની જૂઓ છો
60 હજાર સુધી પહોંચી શકે છે કિંમત
નિષ્ણાતો માને છે કે આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ તેના અગાઉના રેકોર્ડને તોડી 10 ગ્રામ દીઠ 60 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, રોકાણકારો જો 6 મહિનાની અવધિ અને સ્ટોપલોસ સાથે ખરીદી કરે તો નફો મેળવી શકે છે. જો આપણે સોનાના રોકાણની વાત કરીએ તો ગયા વર્ષે સોનાએ 28 ટકા વળતર આપ્યું છે. જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરો છો, તો સોનું હજી પણ રોકાણ માટે ખૂબ સલામત અને સારો વિકલ્પ છે, જે સરસ વળતર આપે છે.