નવી દિલ્હી : કોરોના વાઇરસથી સંબંધિત નિયંત્રણોની વચ્ચે શ્રમ મંત્રાલયે કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) યોજનાના તેના છ કરોડથી વધુ કર્મચારીઓને તેના ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજૂરી આપી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારણે ગયા સપ્તાહે વિવિધ ક્ષેત્રો માટે રૂપિયા 1.7 લાખ કરોડના પ્રોત્સાહક પેકેજ હેઠળ જાહેરાત કરી હતી.
કોરોના વાઇરસની મહામારી જાહેર કરવામાં આવી છે. તેથી જ ઇપીએફ યોજનાના કાર્યક્ષેત્ર હેઠળ દેશભરમાં કારખાનાઓ અને વિવિધ મથકોમાં કામ કરતા કર્મચારીઓને કર્મચારી ભવિષ્ય નિધિમાંથી પૈસા ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે.