ETV Bharat / business

PNB scam - ભાગેડુ નીરવ મોદીની 60 કરોડથી પણ વધુની મિલકતો જપ્ત કરવાની સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે આપી મંજૂરી

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા 11,000 કરોડનું કૌભાંડ (PNB scam) નીરવ મોદીની સચિન સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને બેલ્જીયમ ટાવર ખાતેના પ્લોટ અને દુકાનો સહિતની સ્થાવર મિલકત તથા રૂપિયા 12.09 કરોડની કિંમતની ઝવેરાત જપ્તીની સુરત કસ્ટમ વિભાગ ( Surat Customs Department )ની અરજી સુરત જિલ્લા કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. હવે આ તમામ મિલકતોને સુરત કસ્ટમ વિભાગ ટાંચમાં લેશે.

nirav modi
nirav modi
author img

By

Published : Jun 24, 2021, 4:52 PM IST

  • સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને બેલ્જીયમ ટાવર ખાતેના પ્લોટ અને દુકાનો સહિતની સ્થાવર મિલકત જપ્ત થશે
  • સુરત ખાતેની 7 સ્થાવર મિલકત અને રૂપિયા 12.09 કરોડની ઝવેરી પર ટાંચ મૂકવાનો સુરત કસ્ટમ વિભાગનો રસ્તો સાફ
  • સુરતનો કેસ એક માત્ર એવો કેસ છે કે જેમાં નીરવ મોદીએ નિવેદન આપ્યું છે

સુરત : ફેબ્રુઆરી, 2018માં નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા 11 હજાર કરોડનું કૌભાંડ (PNB scam) કર્યું હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે એન્ફોર્સમેન્ટ ડાયરેકટરેડ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને મુંબઈ DRI દ્વારા સમગ્ર દેશમાં નીરવ મોદીના ઘર ઓફિસ, ફેક્ટરી, લોકર્સ પર રેડ કરવામાં આવી હતી. સુરતમાં સચિનના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતેની ફેક્ટરી પ્લોટ અને બેલ્જીયમ ટાવર ખાતેની દુકાનો પણ તપાસ કરવામાં આવી હતી. નીરવ મોદીની મિલકત જે જપ્ત કરવામાં આવશે, તેમાં સચીન ઇકોનોમિક ઝોન ખાતે આવેલી ફાયરસ્ટોન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ, ફાયરસ્ટોન ડાયમંડ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ અને રાડાશીર જ્વેલરી કંપનીની માલિકીના પ્લોટ, ફાયરસ્ટોન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડની દિલ્હીગેટ બેલ્જીયમ ટાવર ખાતે આવેલી દુકાનો શામેલ છે.

સુરતનો કેસ એક માત્ર એવો કેસ છે, જેમાં નીરવ મોદીએ નિવેદન આપ્યું

આ તમામ મિલકતો પર ED અને ત્યારબાદ મુંબઈ DRI દ્વારા કબ્જો લેવામાં આવ્યો હતો. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સચિન કસ્ટમ વિભાગ સુરતના જ્યુડિક્શનમાં આવતું હોવાથી સુરત કસ્ટમ વિભાગ ( Surat Customs Department ) દ્વારા આ તમામ મિલકતો પર ટાંચ મૂકવા માટે સુરત જિલ્લા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીને સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા મંજૂર કરી છે. આ અંગે ETV Bharatને પબ્લિક પ્રોસિક્યુટર ધર્મેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કોર્ટની મંજૂરીના પગલે સુરત ખાતેની 7 સ્થાવર મિલકત અને રૂપિયા 12.09 કરોડની ઝવેરી પર ટાંચ મૂકવાનો કસ્ટમનો રસ્તો સાફ થયો છે. કુલ મળી આશરે 50થી 60 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ કેસ ઓવરવેલ્યુએશનનો છે. અનેકવાર નીરવ મોદીને સમન્સ ફટકારવામાં પણ આવી ચૂક્યો છે. જેથી તેને ભાગેડુ પણ જાહેર કરાયો છે. સમગ્ર દેશમાં નીરવ મોદી પર ચાલી રહેલા કેસમાં સુરતનો કેસ એક માત્ર એવો કેસ છે કે જેમાં નીરવ મોદીએ નિવેદન આપ્યું છે. મેઇલ થકી નીરવ મોદીને સમન્સની પણ બજવણી કરવામાં આવી હતી.

ભાગેડુ નીરવ મોદીની સુરત સ્થિત 60 કરોડથી પણ વધુ મિલકતો હીરા ઝવેરાત જપ્ત કરવાની કોર્ટે આપી મંજૂરી

PNB scam - નીરવ મોદીને બ્રિટનમાંથી મળ્યો મોટો ઝટકો

ઉલ્લેખનીય છે કે, ભારતમાં થયેલા બેન્કિંગ કૌભાંડ કેસમાં સરકારી કાર્યવાહીની અસર જોવા મળી રહી છે. નીરવ મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોકસીની સંપત્તિ પર સરકારે ગાળીઓ કર્યો છે. અંદાજે 9,371 કરોડ રૂપિયાની સંપત્તિ સરકારી બેન્કોને ટ્રાન્સફર થઈ ગઈ છે અને આ વચ્ચે પંજાબ નેશનલ બેન્કને હજારો કરોડ રૂપિયાનો ચૂનો લગાવનારા ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીને બ્રિટનમાંથી મોટો ઝટકો મળ્યો છે. હવે તેને ભારત લાવવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે અને બીજી બાજુ નીરવ મોદી માટે ખરાબ સમાચાર સુરતથી પણ આવ્યા છે, આશરે 50થી 60 કરોડ રૂપિયાની સંપત્તિ સુરત કસ્ટમ વિભાગ ( Surat Customs Department ) દ્વારા જપ્ત કરવામાં આવશે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.