ETV Bharat / business

GST હેઠળ આવતા જ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થશે મોટો ઘટાડો, જાણો કોને ફાયદો - કોને નુકસાન - tax on fuel

શું પેટ્રોલ-ડીઝલ GST હેઠળ આવશે? જો આવું થયું તો તમને કેટલો ફાયદો થશે? સરકાર પેટ્રોલિયમ પદાર્થોને GST હેઠળ લાવતા કેમ ખચકાઈ રહી છે? આવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચો ઈટીવી ભારત એક્સપ્લેનર.

જો પેટ્રોલ-ડીઝલ GST હેઠળ આવશે તો કિંમતોમાં 25થી 35 રૂપિયાનો ઘટાડો થશે

author img

By

Published : Sep 17, 2021, 2:03 PM IST

  • શુક્રવાર 17 સપ્ટેમ્બરના લખનૌમાં GST કાઉન્સિલની બેઠક
  • પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવા થઈ શકે છે વિચારણા
  • જો GST હેઠળ પેટ્રોલ-ડીઝલ લાવવામાં આવે તો ઘટશે કિંમતો
  • મોંઘવારી પર આવશે કાબૂ, અન્ય ચીજ-વસ્તુઓ થશે સસ્તી

હૈદરાબાદ: પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવા જોઇએ. આ વાત તમે ક્યાંકને ક્યાંક, ક્યારેકને ક્યારેક કહી અથવા સાંભળી હશે. આ વખતે આ વાત એ કારણે ઊઠી રહી છે કેમકે શુક્રવાર 17 સપ્ટેમ્બરના લખનૌમાં GST કાઉન્સિલની બેઠક હશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવાને લઇને વિચારણા થઈ શકે છે.

હવે પ્રશ્ન છે કે પેટ્રોલ-ડીઝલ જો GST હેઠળ આવી પણ ગયું તો શું થઈ જશે? ફાયદો કે નુકસાન કોનું થશે પ્રજાનું કે સરકારનું? આ પ્રકારના અનેક પ્રશ્નો તમારા મગજમાં હશે, જેનો જવાબ તમને મળશે ઈટીવી ભારત એક્સપ્લેનરમાં.

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં શું શું સામેલ થાય છે?

આજે દેશનું ભાગ્યે જ કોઈ એવું શહેર હશે જ્યાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરથી વધારે ન હોય, પરંતુ શું તમે જાણો છો કે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કેન્દ્ર સરકારથી લઇને રાજ્ય સરકારનો ટેક્સ, દરેક લીટરનું ભાડું અને ડીલરનું કમિશન સામેલ હોય છે. આ તમામ ભાગ મેળવીને જ તમારે એક લીટર પેટ્રોલ માટે 100 રૂપિયાથી વધારેની કિંમત ચૂકવવી પડે છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતથી વધારે ટેક્સ તમે ચૂકવો છો?

એટલે કે લીટર પેટ્રોલની બેઝ પ્રાઇસ જો 40 રૂપિયાની આસપાસ છે તો તમે તેનાથી દોઢ ઘણી વધારે કિંમત ટેક્સ અને કમિશન તરીકે ચૂકવો છો. પહેલી નજરમાં જોઇએ તો 40 રૂપિયાની કિંમતના પેટ્રોલ માટે તમે 100 રૂપિયાથી વધારે ચૂકવો છો.

વર્તમાન સમયમાં કાચા તેલની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 75 ડૉલર પ્રતિ બેરલ છે. એક બેરલમાં 159 લીટર કાચું તેલ હોય છે. અત્યારે એક ડૉલરની કિંમત લગભગ 74 રૂપિયા છે. આ હિસાબે જોઇએ તો એક બેરલ કાચું તેલ સરકારને 5550 રૂપિયામાં પડે છે અને એક લીટર કાચા તેલની કિંમત લગભગ 35 રૂપિયા પડે છે. જો કે અહીં ધ્યાને લેવાની વાત એ છે કે આ ક્રુડ ઓઇલથી ફક્ત પેટ્રોલ અને ડીઝલ નથી મળતા. રિફાઇનરીમાં આ ક્રુડ ઓઇલથી બ્યૂટેન, પ્રોપેન, નેફ્થા, ગ્રીસ, મોટર ઓઇલ, પેટ્રોલિય જેલી જેવી અનેક પ્રોડક્ટ મળે છે. હવે તમે વિચારો કે ફક્ત 35 રૂપિયાના ક્રુડ ઓઇલ ટ્રાન્સપોર્ટેશન, કેન્દ્ર સરકારનો ટેક્સ, રાજ્ય સરકારનો વેટ અને ડીલરનું કમિશન મળીને 100 રૂપિયામાં તમારા સુધી પહોંચી રહ્યું છે.

2014 સુધી ડીઝલની કિંમતો સરકાર નક્કી કરતી હતી

ઉલ્લેખનીય છે કે વર્ષ 2010 સુધી પેટ્રોલ અને વર્ષ 2014 સુધી ડીઝલની કિંમતો સરકાર નક્કી કરતી હતી. દર 15 દવિસમાં ઇંધણના ભાવોમાં બદલાવ થતો હતો, પરંતુ 26 જૂન 2010 બાદ પેટ્રોલ અને 19 ઑક્ટોબર 2014 બાદ સરકારે કિંમતો નક્કી કરવાનો અધિકાર ક્રુડ ઓઇલ કંપનીઓને આપ્યો, ત્યારબાદ ક્રુડ ઓઇલની કિંમત, એક્સચેંજ રેટ, પરિવહનનો ખર્ચ અને ટેક્સને જોતા કંપનીઓ રોજ પેટ્રોલ-ડીઝલની કિંમતો નક્કી કરે છે. તમે પણ ઘણીવાર જોયું હશે કે દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં કેટલોક વધારો થાય છે.

પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવાથી શું થશે?

GST એટલે કે ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠલ અનેક પ્રોડક્ટ્સ અને સેવાઓ છે, જેમના પર એક ચોક્કસ ટેક્સ લાગે છે. અત્યારે GSTના 4 સ્લેબ છે, જે હેઠળ 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાના દરે ટેક્સ લગાવવામાં આવે છે. જે વસ્તુ અથવા સેવા જે સ્લેબમાં આવે છે તેના પર દેશભરમાં નક્કી કરવામાં આવેલો ટેક્સ લાગે છે અને પછી પછી GSTમાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો ભાગ નક્કી થાય છે.

પેટ્રોલ અને ડીઝલ અત્યારે GST હેઠળ નથી. કેન્દ્ર સરકાર આના પર એક્સાઇઝ ડ્યૂટી અને રાજ્ય સરકાર વેટ તરીકે ટેક્સ વસૂલે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના મહેસૂલનો મોટોભાગ આ પેટ્રોલ-ડીઝલની મદદથી આવે છે. જો પેટ્રોલ-ડીઝલ પણ GST હેઠળ આવી જાય છે તો એક ચોક્કસ સ્લેબ હેઠળ નવા સ્લેબ બનાવીને એક રેટ નક્કી કરી દેવામાં આવે છે તો પેટ્રોલ-ડીઝલની કિંમતો ઓછી થઈ શકે છે.

શું કહે છે એક્સપર્ટ?

અર્થશાસ્ત્રી વિશાલ સક્સેના કહે છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી મોંઘવારી વધે છે અને દેશનો દરેક પરિવાર આનાથી પ્રભાવિત થાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી તમામ પ્રોડક્ટ્સનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જાય છે, જેની અસર આપણા કિચન સુધી જોવા મળે છે. વિશાલ સક્સેના પ્રમાણે જો પેટ્રોલ-ડીઝલ GST હેઠળ આવે છે તો ગ્રાહકોને મોટી રાહત મળશે. જો સરકાર 28 ટકાથી પણ વધારે સ્લેબ હેઠળ આને રાખે છે તો પણ પેટ્રોલના ભાવમાં 25થી 35 રૂપિયા સુધીનો ઘટાડો આવી શકે છે. જો કે આની સીધી અસર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ખજાના પર પડશે. બીજી તરફ જો ડીલરના કમિશનની ગણના જો પેટ્રોલની બેઝ પ્રાઇઝ પર થઈ તો તેના કમિશન પર કોઈ અસર નહીં પડે.

વિશાલ સક્સેના પ્રમાણે પેટ્રોલ-ડીઝલના GST હેઠળ આવવાથી સૌથી મોટી રાહત ભવિષ્યમાં જોવા મળશે. પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થવા પર દરેક પ્રકારનો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ઓછો થશે, જેનાથી મોંઘવારી પર ગાળિયો કસાશે. ખાવા-પીવાથી લઈને કપડાં, દવા સુધી તમામ સામાન સસ્તો થશે અને સરકાર મોંઘવારી પર લગામ લગાવવામાં સફળ થઈ જશે.

GST હેઠળ લાવવાથી કેમ ખચકાય છે સરકારો?

પેટ્રોલ-ડીઝલ કેન્દ્ર અને રાજ્ય સરકારોની કમાણનો મહત્વનો સ્ત્રોત છે. આને GST હેઠળ લાવવાથી બંનેના મહેસૂલને નુકસાન થશે. નિષ્ણાતોનું અનુમાન છે કે આવું કરવાથી બંનેના મહેસૂલમાં 1.30 લાખ કરોડનો ઘટાડો આવી શકે છે. દરેક રાજ્યમાં વેટના ભાવ અલગ-અલગ છે. કોઈ રાજ્ય પેટ્રોલ પર 25 ટકા વેટ લગાવે છે તો કોઈ 30 ટકા. એક્સાઇઝ ડ્યુટીથી કેન્દ્ર અને વેટથી રાજ્યોને મળેલા મહેસૂલને જ સરકારો વિકાસ કાર્યોમાં ખર્ચ કરે છે.

કેન્દ્ર સરકારને કેટલી કમાણી થાય છે?

કેન્દ્ર સરકાર તરફથી સંસદમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 6 વર્ષમાં ઈંધણ પર ટેક્સ 307 ટકા વધ્યો છે. એટલે કે છેલ્લા 6 વર્ષોમાં કેન્દ્રનું ટેક્સ કલેક્શન 300 ટકા વધ્યું છે. એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે મોદી સરકારના પહેલા વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2014-15 દરમિયાન પેટ્રોલ પર કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટીથી 29,279 કરોડ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીથી 42,881 કરોડ રૂપિયા મહેસૂલ પ્રાપ્ત થયું, જ્યારે નાણાકીય વર્ષ 2020-21ના પહેલા 10 મહિના દરમિયાન પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ કલેક્શન વધીને 2.94 લાખ કરોડ થઈ ગયું.

છેલ્લા કેટલાક વર્ષોમાં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇજ ડ્યુટીમાં થયેલા વધારાનો અંદાજ એ વાત લગાવવામાં આવી શકે છે કે વર્ષ 2014માં પેટ્રોલ પર 9.48 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી લાગતી હતી જે અત્યારે 32.90 રૂપિયા છે.

GST હેઠળ પેટ્રોલ-ડીઝલ આવે તો કોનું નુકસાન, કોનો લાભ?

પહેલી નજરમાં પેટ્રોલ-ડીઝલ GST હેઠળ આવે તો કેન્દ્ર અને રાજ્ય સરકારને નુકસાન જોવા મળે છે. નિષ્ણાતો પ્રમાણે કેન્દ્ર સરકારની આવક 1 લાખ કરોડ અને રાજ્યોની આવક 30 હજાર કરોડ સુધી ઘટી શકે છે. તો પેટ્રોલ-ડીઝલના ભાવ 25થી 30 ટકા ઘટી શકે છે. નિષ્ણાતો પ્રમાણે ભાવ ઘટવાથી પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ વધી શકે છે, જેનાથી બની શકે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આવકમાં મદદ મળે, પરંતુ પ્રજાના ફાયદા અને સરકારને નુકસાનનું આ ગણિત વર્તમાન GSTના માળખાને ધ્યાનમાં રાખીને લગાવેલું ફક્ત એક અનુમાન છે. આમ પણ જો સરકાર પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવે છે તો તે વચ્ચેનો રસ્તો જરૂર શોધશે. કેટલાક નિષ્ણાતો પ્રમાણે પેટ્રોલિયમની કેટલીક પ્રોડક્ટ્સને જ આ અંતર્ગત લાવવામાં આવી શકે છે અને તેમાં પણ GSTની સાથે સેસ લગાવીને સરકાર વચ્ચેનો રસ્તો નીકાળી શકે છે, જે રીતે તમાકૂના ઉત્પાદનો પર GST અને સેસ લગાવવામાં આવે છે.

વધુ વાંચો: આજે સતત 12મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

વધુ વાંચો: લખનઉમાં આજે GST Councilની 45મી બેઠક યોજાશે, પેટ્રોલ-ડીઝલને GSTમાં સમાવવા ચર્ચા થવાની શક્યતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.