આઈઈએના રીપોર્ટ અનુસાર તેલનું ઉત્પાદન માર્ચમાં 30.55 એમબીડીથી ઘટીને 30.13 એમબીડી પર આવી ગયું છે. જે ચાર વર્ષના સૌથી નીચા સ્તરે છે. તેનું મુખ્ય કારણ સાઉદી અરબ અને વેનેઝુએલાએ તેલ ઉત્પાદનમાં ભારે કાપ મુક્યો છે. આ બન્ને દેશોએ તેલના ઉત્પાદનમાં કાપ મુકતાં જાન્યુઆરીથી માર્ચ, 2019 દરમિયાન બ્રેન્ટ ક્રૂડની કીંમત 50 ડૉલરથી વધી 65 ડૉલર બેરલ પર આવી ગઈ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીમતમાં વધારો થવાના કારણે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે ભારતમાં પેટ્રોલના ભાવમાં અંદાજે પ્રતિ લીટરે રૂપિયા 4નો વધારો થયો છે. જો આ સ્થિતીમાં સુધારો નહીં થાય તો પેટ્રોલ ડીઝલના ભાવ ફરીથી રેકોર્ડ સપાટીએ પહોંચી શકે છે. તેલ કંપનીઓનું કહેવું છે કે તેઓ ક્રૂડની કીમતો ઉપર ચાલશે.