ETV Bharat / business

મોટી રાહત: GST અને IT રિટર્ન ભરવાની તારીખ જૂનના અંત સુધી વધારવામાં આવી - Aadhaar with PAN card

નાણાપ્રધાન નિર્મલા સીતારામણે મંગળવારે આવકવેરા કાયદા અને GST કાયદાના પાલન માટેની મોટાભાગની તારીખો લંબાવી દીધી છે. ઉપરાંત તમામ બેંકોમાં ખાતામાં ન્યૂનતમ રકમ રાખવાના નિયમને પણ હાલ પુરતો રદ કર્યો છે.

મોટી રાહત: GST અને IT રિટર્ન ભરવાની તારીખ જૂનના અંત સુધી વધારવામાં આવી
મોટી રાહત: GST અને IT રિટર્ન ભરવાની તારીખ જૂનના અંત સુધી વધારવામાં આવી
author img

By

Published : Mar 24, 2020, 5:37 PM IST

Updated : Mar 24, 2020, 6:22 PM IST

નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે દેશવાસીઓને મોટી રાહત આપી છે. નાણાકીય વર્ષ 2018-19 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30મી જૂન સુધી આગળ વધારી છે. નાણાપ્રધાને કહ્યું કે, કોરોનાને પહોંચી વળવા માટે બહુ જલદી રાહત પેકેજ બહાર પાડવામાં આવશે. રાહત પેકેજ પર કામ હજુ ચાલુ છે. તેમણે કહ્યું કે કોરોના સામે લડત લડવા માટે લોકડાઉન કરાયું છે. કોરોનાથી બચવા માટે જરૂરી પગલાં લેવાયા છે.

આ ઉપરાંત નાણાકીય વર્ષ 2018-19ના ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં મોડું થાય તો પેનલ્ટીને પણ 12 ટકાથી ઘટાડીને 9 ટકા કરવામાં આવી છે. આધાર-પેન લિંક કરવાની તારીખ પણ આગળ વધારીને 30 જૂન કરવામાં આવી છે. 'વિવાદથી વિશ્વાસ'ની સ્કીમની તારીખ પણ 30 જૂન સુધી વધારવામાં આવી છે.

નાણાપ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરતા કહ્યું કે, તમામ પ્રકારના ફાઈનાન્શિયલ ફાઈલિંગની સમયમર્યાદા 29 જૂન સુધી કરવામાં આવી છે. માર્ચ-એપ્રિલ-મેની GST રિટર્નની તારીખ પણ આગળ વધારીને 30 જૂન કરવામાં આવી છે. એટલું જ નહીં કમ્પન્સેશન સ્કિમનો વિકલ્પ પસંદ કરવાની છેલ્લી તારીખ પણ 30 જૂન કરવામાં આવી છે. જેમનું ટર્નઓવર 5 કરોડથી ઓછું છે, તેમણે લેટ ફી પણ નહીં ચૂકવવી પડે.

નાણાપ્રધાને કહ્યું કે, લોકડાઉન દરમિયાન અમે નથી ઈચ્છતા કે ઈમ્પોર્ટર અને એક્સપોર્ટર વચ્ચે કોઈ સમસ્યા થાય. 30 જૂન સુધી કસ્ટમર ક્લિયરન્સની સુવિધા પણ 24 કલાકની કરી દેવાઈ છે.

સરકારની જાહેરાત:

  • આગામી ત્રણ મહિના(30 જૂન 2020) માટે ડેબિટ કાર્ડથી કોઈ પણ બેંકના એટીએમથી પૈસા નીકળવા ફ્રી થઈ જશે.
  • મિનિમમ બેલેન્સ રિક્વાયરમેન્ટ ફી માફ કરવામાં આવી છે. એટલે કે MAB જરૂરી નહીં રહ્યું.(30 જૂન 2020)
  • ડિજિટલ ટ્રેડ માટે બેંક ચાર્જિસને ઘટાવવામાં આવ્યા છે. આનો ઉદ્દેશ્ય ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાનો છે.
  • નવી કંપનીઓને ડિક્લેરેશન માટે 6 મહિનો વધુ સમય મળ્યો છે.
  • કોર્પોરેટને રાહત આપતા નાણામંત્રીએ કહ્યું કે બોર્ડ બેઠકને 60 દિવસ માટે મુલતવી રાખવામાં આવી શકે છે. આ રાહત હાલ આગામી બે ત્રિમાસિક માટે છે.
  • 5 કરોડ સુધી ટર્નઓવર વાળી કંપનીઓ માટે જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં મોડું થતા હાલ કોઈ પેનલ્ટી નહીં લાગે.
  • ટીડીએસ પર વ્યાજ 18 ટકાથી ઘટીને 9 ટકા કરવામાં આવ્યો.
  • 30 જૂન 2020 સુધી 24 કલાક કસ્ટમ ક્લિયરેન્સની સુવિધા મળતી રહેશે.
  • માર્ચ, એપ્રિલ, મે માટે જીએસટી રિટર્ન ભરવાની તારીખ વધારી 30 જૂન સુધી કરવામાં આવી છે.
  • વિવાદથી વિશ્વાસ સ્કીમને હવે 30 જૂન સુધી કરવામાં આવી છે. 31 માર્ચ બાદ 30 જૂન સુધી કોઈ વધુ ચાર્જ નહીં લાગશે.
  • આધાર પાન લિંક કરવાની છેલ્લી તારીખ વધારીને 30 જૂન 2020 સુધી કરવામાં આવી છે.
  • એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ કરનારાઓને પણ રાહત, નાણાકીય વર્ષ 2018-19 માટે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારી 30 જૂન કરવામાં આવી છે.
  • આ વર્ષે કંપનીઓના ડાયરેક્ટરોને 182 દિવસ દેશમાં રહેવાની અનિવાર્યતામાંથી રાહત આપવામાં આવી છે.
  • એક કરોડથી ઓછાનો કારોબાર કરનારી કંપનીઓની વિરુદ્ધ દેવાળિયા પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
  • સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોરોના વાયરસથી જોડાયેલ કાર્યોમાં હવે CSRનું ફંડ આપવામાં આવી શકે છે. એટલે કે ફંડ હવે કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં ઉપયોગ કરવામાં આવશે. કોરોના સામેની લડાઈમાં ખર્ચ અને ફંડને CSR એક્ટિવિટી હેઠળ માનવામાં આવશે.
  • આગામી 3 મહિના માટે એટીએમમાંથી પૈસા ઉપાડવાનું ફ્રી કરી દેવામાં આવ્યું છે. મતલબ કે તમે કોઈપણ બેન્કના એટીએમથી કેશ કાઢો છો તો તેના પર કોઈ ચાર્જ લાગશે નહીં. આ સાથે મિનિમમ બેલેન્સની ઝંઝડમાંથી મુક્તિ મળી ગઈ છે. મતલબ બેન્ક એકાઉન્ટમાં કેશ રાખવાની જરૂર નથી. ડિજિટલ ટ્રેડ માટે બેન્ક ચાર્જ ઘટાડવામાં આવ્યો છે. તેનો ઇરાદો ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાનો છે.
  • નાણપ્રધાન નિર્મલા સીતારમને કહ્યું કે, કોરોના વાયરસ લૉકડાઉનને ધ્યાનમાં રાખતા સરકાર જલદી રાહત પેકેજની જાહેરાત કરશે. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે.
Last Updated : Mar 24, 2020, 6:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.