મુંબઈઃ વર્ષ 2025ના પહેલા દિવસે શેરબજારે લોકોના હૃદયના ધબકારા વધારી દીધા છે. શેરબજારમાં પ્રથમ દિવસના પ્રથમ સત્રમાં સેન્સેક્સ સતત બદલાઈ રહ્યો છે. શરૂઆતમાં તે ગ્રીન ઝોનમાં હતો, પરંતુ થોડા સમય પછી તે રેડ ઝોનમાં થઈ ગયો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ પહેલા 100 પોઈન્ટ વધ્યો હતો અને 78,240 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો, ત્યારબાદ તે ઘટીને 78,053 પર આવી ગયો હતો. નિફ્ટીની સ્થિતિ પણ ઓછાવત્તા અંશે એવી જ છે.
શરૂઆતમાં તેજી પછી ઝટકો
નવા વર્ષ 2025ના પહેલા દિવસે સેન્સેક્સની શરૂઆત ગ્રીન ઝોનમાં થઈ હતી. શેરબજાર જે મંગળવારે 78,139 પર બંધ થયું હતું, તે બુધવારે 78,265.07 પર ખુલ્યું હતું અને 78,272.98 સુધી ગયું હતું, પરંતુ અહીં વધુ સમય ટકી શક્યું નહીં. તીવ્ર ઘટાડા સાથે તે 78,053ના સ્તરે આવ્યો હતો.
નિફ્ટીએ પણ નિરાશ કર્યા
નિફ્ટીની મુવમેન્ટ પણ સતત બદલાતી હતી. તે પણ રેડ ઝોનમાં આવી ગયો. તાજેતરની માહિતી અનુસાર, નિફ્ટી 23,607 પર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે.
આ શેરોમાં વધારો
તમને જણાવી દઈએ કે, બુધવારે જે શેર વધ્યા તેમાં અપોલો હોસ્પિટલ, સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝ અને TCSનો સમાવેશ થાય છે. તે જ સમયે, બજાજ ઓટો, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ, જેએસડબલ્યુ સ્ટીલના શેર રેડ ઝોન પર ખુલ્યા હતા. મળતી માહિતી મુજબ મંગળવારે અમેરિકન શેરબજારો પણ ઘટાડા સાથે બંધ થયા હતા.
આ પણ વાંચોઃ