ETV Bharat / business

લખનઉમાં આજે GST Councilની 45મી બેઠક યોજાશે, પેટ્રોલ-ડીઝલને GSTમાં સમાવવા ચર્ચા થવાની શક્યતા

લખનઉમાં કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે જીએસટી પરિષદની (GST Council Meeting) 45મી બેઠક યોજશે. મળતી માહિતી અનુસાર, આ બેઠકમાં પેટ્રોલ, ડીઝલને જીએસટી (GST)માં લાવવા અંગે વિચાર થઈ શકે છે. કેન્દ્રિય નાણા પ્રધાનની આગેવાનીમાં જીએસટી પરિષદમાં રાજ્યોના નાણાં પ્રધાન પણ સામેલ છે. આ બેઠકમાં કોરોના સાથે જોડાયેલી કેટલીક આવશ્યક સામગ્રી પર ફીમાં રાહત સમયમર્યાદાને પણ આગળ વધારવામાં આવી શકે છે.

લખનઉમાં આજે GST Councilની 45મી બેઠક યોજાશે, પેટ્રોલ-ડીઝલને GSTમાં સમાવવા ચર્ચા થવાની શક્યતા
લખનઉમાં આજે GST Councilની 45મી બેઠક યોજાશે, પેટ્રોલ-ડીઝલને GSTમાં સમાવવા ચર્ચા થવાની શક્યતા
author img

By

Published : Sep 17, 2021, 10:21 AM IST

  • લખનઉમાં કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે જીએસટી પરિષદની (GST Council Meeting) 45મી બેઠક યોજશે
  • કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં સંભવિત પેટ્રોલ-ડીઝલને જીએસટી (GST) અંતર્ગત લાવવાનો વિચાર થઈ શકે છે
  • બેઠકમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણા પ્રધાનો તેમ જ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ સિવાય નાણા રાજ્ય પ્રધાન પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહેશે

નવી દિલ્હીઃ લખનઉમાં કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે જીએસટી પરિષદની (GST Council Meeting) 45મી બેઠક યોજશે. કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં સંભવિત પેટ્રોલ-ડીઝલને જીએસટી (GST) અંતર્ગત લાવવાનો વિચાર થઈ શકે છે. આ એક એવું પગલું હશે, જે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આવકના મોરચા પર જોરદાર સમજૂતી કરવી પડશે. કેન્દ્ર અને રાજ્ય બંનેને આ ઉત્પાદો પર ટેક્સના માધ્યમથી આવક મળશે.

આ પણ વાંચો- આજે સપ્તાહના છેલ્લા દિવસે તેજી સાથે શરૂ થયું Share Market, નિફ્ટી 17,700ને પાર

બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ રહેશે ઉપસ્થિત

કેન્દ્રિય નાણા પ્રધાનની આગેવાનીમાં જીએસટી પરિષદમાં રાજ્યોના નાણાં પ્રધાન પણ સામેલ છે. પરિષદની બેઠક આજે સવારે 11 વાગ્યે લખનઉમાં યોજાશે. નાણા મંત્રાલયે ટ્વિટ કરી આ અંગેની માહિતી આપી હતી. બેઠકમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણા પ્રધાનો તેમ જ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ સિવાય નાણા રાજ્ય પ્રધાન પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો- ફુગાવાનો અંદાજ 5-6 ટકા, ભારત મજબૂત વૃદ્ધિ માટે તૈયાર : મુખ્ય આર્થિક સલાહકાર

કોરોના સાથે જોડાયેલી આવશ્યક સામગ્રી પર ફીમાં રાહતની સમયમર્યાદા વધારી શકાય છે

સૂત્રોના મતે, આ બેઠકમાં કોરોના સાથે જોડાયેલી આવશ્યક સામગ્રી પર ફીમાં રાહતની સમયમર્યાદાને આગળ વધારવામાં આવી શકે છે. દેશમાં સમય વાહન ઈંધણની કિંમત રેકોર્ડ ઉંચાઈ પર છે. તેવામાં પેટ્રોલ અને ડીઝલ ઈંધણોના મામલામાં ટેક્સ પર લગાવવામાં આવતા ટેક્સના પ્રભાવને ખતમ કરવા માટ આ પગલું ઉઠાવવામાં આવી શકે છે. વર્તમાનમાં રાજ્યો દ્વારા પેટ્રોલ-ડીઝલની ઉત્પાદન ખર્ચ પર વેટ નથી લાગતો. જ્યારે આ પહેલા કેન્દ્ર દ્વારા તેને ઉત્પાદન પર આબકારી જકાત લગાવવામાં આવે છે. ત્યારબાદ રાજ્ય તેની પર વેટ વસુલે છે.

આ પણ વાંચો-

કેરળ હાઈકોર્ટે જીએસટી પરિષદને કહી હતી વાત

કેરળ હાઈકોર્ટે જૂન મહિનામાં એક રિટ અરજી પર સુનાવણી દરમિયાન જીએસટી પરિષદને પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત લાવવા પર નિર્ણય કરવા કહ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, કોર્ટે પરિષદને આવું કરવા કહ્યું છે. તેવામાં આની પર પરિષદની બેઠકમાં વિચાર થઈ શકે છે.

પેટ્રોલ પેદાશોને GST અંતર્ગત લાવવાથી જે રાજ્યમાં વધુ વેચાણ થશે તેને ફાયદો થશે

આપને જણાવી દઈએ કે, દેશમાં જીએસટી વ્યવસ્થા 1 જુલાઈ, 2017થી લાગુ થઈ હતી. જીએસટીમાં કેન્દ્રિય કર જેવા કે આબકારી જકાત અને રાજ્યોના ટેક્સ જેવા કે વેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ પેટ્રોલ, ડીઝલ, એટીએફ, પ્રાકૃતિક ગેસ તથા કાચા તેલને જીએસટીના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા હતા. આનું કારણ એ છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો બંનેને આ વસ્તુ પર કરથી ભારે આવક મળે છે. જીએસટી વપરાશ આધારિત કર છે. તેવામાં પેટ્રોલ પેદાશોને GST અંતર્ગત લાવવાથી તેવા રાજ્યોને વધુ ફાયદો થશે, જ્યાં પેદાશનું વધુ વેચાણ થશે. જોકે, તેવા રાજ્યોને વધુ લાભ નહીં થાય, જે ઉત્પાદન કેન્દ્ર છે. આને એ રીતે સમજાવી શકાય છે. ઉત્તરપ્રદેશ અને બિહારમાં વધુ વસતીના કારણે વધુ વપરાશના કારણે વધુ આવક મળશે. જ્યારે ગુજરાત જેવા ઉત્પાદન કરનારા રાજ્યોની આવક નવી વ્યવસ્થામાં ઓછી થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.