- આજે સપ્તાહના છેલ્લા દિવસે ઐતિહાસિક સપાટીએ શરૂ થયું શેર માર્કેટ
- આજે પહેલી વખત શેર બજાર (Share Market) 60,000ની સપાટીની ઉપર શરૂ થયું
- વર્ષ 1990માં સેન્સેક્સે ચાર આંકડાને પહેલી વખત સ્પર્શ કર્યો હતો
ન્યૂઝ ડેસ્કઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજારની ઐતિહાસિક ઉંચાઈ સાથે શરૂઆત થઈ છે. આજે સેન્સેક્સ 60,000ને પાર થઈને ખૂલ્યો છે, જે અત્યાર સુધીની સૌથી હાઈ સપાટી પર છે. ત્યારે આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે, સેન્સેક્સ ક્યારે ક્યારે ઐતિહાસિક ઉંચાઈએ પહોંચ્યો હતો.
BSEનો સેન્સેક્સ ક્યારે ક્યારે ઐતિહાસિક આંકડાએ પહોંચ્યો હતો? જુઓ
તારીખ (Date) | સમયગાળો (Timeline) |
1 જાન્યુઆરી, 1986 | BSEએ 100ની બેઈઝ પ્રાઈઝ સાથે સેન્સેક્સ લોન્ચ કર્યો હતો (બેઈઝ વર્ષ 1978-79) |
25 જુલાઈ, 1990 | સૌપ્રથમ વખત ચાર આંકડાને સ્પર્શ કર્યો હતો; સારા ચોમાસા અને ઉત્તમ કોર્પોરેટ પરિણામોને પગલે 1,001 પર બંધ થયો હતો અને ટેકનોલોજી ક્ષેત્રમાં તેજીને પણ ટેકો મળ્યો હતો |
11 ઓક્ટોબર, 1999 | લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધને બહુમતી મેળવી હતી. તે દિવસે 5,000નો આંકડો પાર કર્યો હતો |
ઓગસ્ટ, 2005 | BSE એક કોર્પોરેટ એન્ટિટી બની અને તેના સભ્યોને શેર ઓફર કર્યા હતા |
7 ફેબ્રુઆરી, 2006 | પ્રથમ વખત 10,000ના સ્તર પર બંધ થયો હતો, કોમોડિટી પ્રાઈઝિંગમાં તીવ્ર દોડને કારણે, સેન્સેક્સે 2006માં 10,000ની સપાટીને સ્પર્શી હતી |
11 ડિસેમ્બર, 2007 | 20,000ના આંકડાને પાર બંધ થયો હતો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોના રોકાણમાં વધારો અને આક્રમક છૂટક ખરીદીના પગલે, વર્ષ 2007માં સેન્સેક્સે પ્રથમ વખત 20,000ની સપાટીને સ્પર્શી હતી. |
16 મે, 2014 | નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપે 13મી લોકસભા ચૂંટણી જીતી હોવાથી 25,000નો આંકડો પાર કર્યો હતો |
4 માર્ચ, 2015 | RBIએ પોલિસી રેપો રેટમાં કાપ મૂક્યા બાદ 30,000નો આંકડો તોડ્યો હતો, મુખ્ય અર્થતંત્રોની કેન્દ્રિય બેંકો દ્વારા પૂરી પાડવામાં આવેલી વૈશ્વિક તરલતાને કારણે સેન્સેક્સ 30,000 સુધી પહોંચ્યો હતો. |
17 જાન્યુઆરી, 2018 | પ્રથમ વખત 35,000ના સ્તરથી ઉપર પહોંચ્યો |
23 જાન્યુઆરી, 2018 | ભારતના વિકાસ અંગે IMFની આગાહીને પગલે સેન્સેક્સે 36,000ની રેકોર્ડબ્રેક ઉંચી સપાટીએ પહોંચ્યો હતો, જેણે રોકાણકારોની ભાવનાને વેગ આપ્યો હતો. |
9 ઓગસ્ટ, 2018 | ભારતની આર્થિક વૃદ્ધિની અપેક્ષાઓના કારણે સેન્સેક્સ 38,000ને પાર ગયો હતો |
23 મે, 2019 | ભાજપે ફરી એક વખત સત્તા જાળવી રાખતા આંકડો 40,000એ પહોંચ્યો હતો |
4 ડિસેમ્બર 2020 | કોરોનાનાના કારણે મંદી વચ્ચે આર્થિક સુધારાની આશા પર સેન્સેક્સે 45,000નો આંકડો પાર કર્યો |
21 જાન્યુઆરી, 2021 | સેન્સેક્સ 50,000ના આંકડાને પાર પહોંચ્યો |
24 સપ્ટેમ્બર 2021 | સેન્સેક્સ 60,000ના આંકડાને પાર પહોંચ્યો |
સેન્સેક્સનો સંક્ષિપ્ત ઈતિહાસ (Sensex over the years A brief history)
સમયગાળો (Timeline ) | હાઈલાઈટ્સ (Highlights) |
---|---|
1875 | 318 સભ્યો BSEમાં નેટિવ શેર અને સ્ટોક-બ્રોકર્સ એસોસિએશનના અગ્રણી છે |
1956 | બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ને ભારતના પ્રથમ સ્ટોક એક્સચેન્જ તરીકે માન્યતા પ્રાપ્ત છે; સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ પસાર થયો હતો. |
1977 | રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો IPO લોન્ચ; RIL ત્યારથી અત્યાર સુધીનો સૌથી મોટો ફાયદો છે. |
January 1986 | 30 સ્ક્રીપ ફ્રી-ફ્લોટ BSE Index લોન્ચ થયો હતો |
1990 | ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (Over the Counter Exchange of India-OTCEI) પહેલા ઈલેક્ટ્રોનિક એક્સચેન્જ તરીકે આવ્યું હતું. |
April 1992 | હર્ષદ મહેતા કૌભાંડના કારણે BSE 12.77 ટકા ગગડ્યું હતું |
1993 | બજારમાં ઈન્ફોસિસે પ્રવેશ કર્યો હતો, IT સેક્ટરના શેર્સને મોટો જોર પૂરો પાડે છે |
1994 | NSE કાર્યરત બને છે (જથ્થાબંધ દેવું અને ઈક્વિટી માર્કેટ જીવંત થાય છે) |
1995 | BSE પ્રખ્યાત ઓપન આઉટક્રાયને બદલીને નવી બોલ્ટ (online trading) સિસ્ટમ લોન્ચ કરી |
1996 | નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (National Securities Depository Ltd -NSDL) ડિમટિરિયલાઈઝ્ડ ફોર્મમાં શેરના વેપાર અને સમાધાન માટે સુયોજિત |
May 17, 2004 | કોંગ્રેસે લોકસભાની ચૂંટણી જીતતા સેન્સેક્સ (Sensex) 15.52 ટકા ગગડ્યો હતો. |
January 21, 2008 | કાળો સોમવાર: BSE 1408 પોઈન્ટ ઘટીને 17605 પર આવી જાય છે જે રોકાણકારોની સંપત્તિમાં સૌથી મોટા ઘટાડા તરફ દોરી જાય છે |
November 9, 2016 | ચલણનું ડિમોનેટાઇઝેશન: ઉગ્ર સ્ટોક વેચાવાને કારણે સેન્સેક્સ 1689 પોઈન્ટ તૂટ્યો |
February 28, 2020 | કોરોનાના કેસ વધતા સેન્સેક્સ 1,448 પોઈન્ટ ગગડ્યો |
March 23, 2020 | કોવિડના ફેલાવાને નિયંત્રિત કરવા માટે સરકારે દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી હતી. તે સમયે સેન્સેક્સ 3935 પોઇન્ટ (13.15 ટકા) ઘટ્યો હતો |
January 21, 2021 | સેન્સેક્સ પહેલી વખત 50,000ના આંકડાને પાર ગયો હતો |
September 24.2021 | સેન્સેક્સ પહેલી વખત 60,000ના આંકડાને પાર પહોંચ્યો |
આંકડામાં સેન્સેક્સ (Sensex in Numbers)
સેન્સેક્સ (Sensex) | તારીખ (Date) |
---|---|
0-1,000 | 25 જુલાઈ, 1990 |
1,000-2,000 | 15 જાન્યુઆરી, 1992 |
2,000-3,000 | 29 ફેબ્રુઆરી, 1992 |
3,000-4,000 | 30 માર્ચ, 1992 |
4,000-5,000 | 8 ઓક્ટોબર, 1999 |
5,000-6,000 | 11 ફેબ્રુઆરી, 2000 |
6,000-7,000 | 20 જૂન, 2005 |
7,000-8,000 | 8 સપ્ટેમ્બર, 2005 |
8,000-9,000 | 28 નવેમ્બર, 2005 |
9,000-10,000 | 6 ફેબ્રુઆરી, 2006 |
10,000-11,000 | 21 માર્ચ, 2006 |
11,000-12,000 | 20 એપ્રિલ, 2006 |
12,000-13,000 | 30 ઓક્ટોબર, 2006 |
13,000-14,000 | 5 ડિસેમ્બર, 2006 |
14,000-15,000 | 6 જુલાઈ, 2007 |
15,000-16,000 | 19 સપ્ટેમ્બર, 2007 |
16,000-17,000 | 26 સપ્ટેમ્બર, 2007 |
17,000-18,000 | 9 ઓક્ટોબર, 2007 |
18,000-19,000 | 15 ઓક્ટોબર, 2007 |
19,000-20,000 | 29 ઓક્ટોબર, 2007 |
20,000 – 21,000 | 8 જાન્યુઆરી, 2008 |
21,000-22,000 | 10 માર્ચ, 2014 |
22,000-23,000 | 19 માર્ચ, 2014 |
23,000-24,000 | 13 મે, 2014 |
24,000-25,000 | 16 મે, 2014 |
25,000-26,000 | 7 જુલાઈ, 2014 |
26,000-27,000 | 2 સપ્ટેમ્બર, 2014 |
27,000-28,000 | 5 નવેમ્બર, 2014 |
28,000-29,000 | 22 જાન્યુઆરી, 2015 |
29,000-30,000 | 4 માર્ચ, 2015 |
30,000-31,000 | 26 મે 2017 |
31,000-32,000 | 13 જુલાઈ 2017 |
32,000-33,000 | 25 ઓક્ટોબર 2017 |
33,000-34,000 | 5 જાન્યુઆરી 2018 |
34,000-35,000 | 17 જાન્યુઆરી 2018 |
35,000-36,000 | 23 જાન્યુઆરી 2018 |
36,000-37,000 | 26 જુલાઈ 2018 |
37,000-38,000 | 9 ઓગસ્ટ 2018 |
38,000-39,000 | 8 એપ્રિલ 2019 |
39,000-40,000 | 23 મે 2019 |
40,000-41,000 | 26 નવેમ્બર 2019 |
41,000-42,000 | 16 જાન્યુઆરી 2020 |
42,000-43,000 | 10 નવેમ્બર 2020 |
43,000-44,000 | 17 નવેમ્બર 2020 |
44,000-45,000 | 4 ડિસેમ્બર 2020 |
45,000-46,000 | 9 ડિસેમ્બર 2020 |
46,000-47,000 | 18 ડિસેમ્બર 2020 |
47,000-48,000 | 4 જાન્યુઆરી 2021 |
48,000-49,000 | 11 જાન્યુઆરી 2021 |
49,000-50,000 | 21 જાન્યુઆરી 2021 |
50,000-51,000 | 5 ફેબ્રુઆરી 2021 |
51,000-52,000 | 15 ફેબ્રુઆરી 2021 |
52,000-53,000 | 22 જૂન 2021 |
53,000-54,000 | 4 ઓગસ્ટ 2021 |
54,000-55,000 | 13 ઓગસ્ટ 2021 |
55,000-56,000 | 18 ઓગસ્ટ 2021 |
56,000-57,000 | 31 ઓગસ્ટ 2021 |
57,000-58,000 | 3 સપ્ટેમ્બર 2021 |
58,000-59,000 | 16 સપ્ટેમ્બર 2021 |
59,000-60,000 | 24 સપ્ટેમ્બર 2021 |
આ પણ વાંચો- સોનામાં સતત ઘટાડો, તમારે ખરીદવું હોય તો કિંમત છે આટલી
આ પણ વાંચો- આજે ડીઝલની કિંમતમાં 20 પૈસાનો વધારો, પેટ્રોલની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?