સિદ્ધુએ કહ્યું કે, કોંગ્રેસની હાર માટે તેમને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. તેમના અનુસાર હારની જવાબદારી સામૂહિક છે ફક્ત તેમને જવાબદાર ગણવા યોગ્ય નથી.
ગુરૂવારે મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે કેબિનેટની બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ અમરિંદર સિંહે નવજોદ સિંહ સિંદ્ધુ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, સિદ્ધુ જે મંત્રાલયમાં કામ કરી રહ્યા છે તેનું કામકાજ યોગ્ય રીતે નથી થઇ રહ્યું. આ કારણે શહેરના મતદાતા કોંગ્રેસથી નારાજ થઇ ગયા છે.
મળતી માહિતી મુજબ, કેપ્ટને સંકેત આપીને પહેલા જ જણાવી દીધું હતું કે, સિદ્ધુનું મંત્રાલય બદલી નાખવામાં આવશે. જો કે, તેઓ પ્રધાનમંડળમાં રહેશે કે નહીં તે બાબતે તેમણે મૌન સાધ્યું હતું.
અહીં સિદ્ધુએ કહ્યું કે, તેમને જાણી જોઇને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હાર કે જીતની જવાબદારી સામૂહિક હોય છે.