એશિયાઈ સ્ટોક માર્કેટ અને ગ્લોબલ માર્કેટના અહેવાલો નેગેટિવ હતા. શરૂઆતમાં માર્કેટ સામાન્ય સુધારા સાથે ખુલ્યું હતું. શરૂઆતમાં વેચવાલીનો દોર ચાલુ રહ્યો હતો.19 મેના રોજ લોકસભાની ચૂંટણીનું છેલ્લા તબક્કાનું મતદાન યોજાનાર છે. તે દિવસે એક્ઝિટ પૉલ આવશે, જેમાં મોદી સરકારને સ્પષ્ટ બહુમતી મળશે તેવી ધારણાએ તેજીવાળા ખેલાડીઓએ જોરદાર લેવાલી કાઢી હતી. સાથે મંદીવાળા ઓપરેટરોને વેચાણો કાપવા આવવું પડ્યું હતું. આમ, શેરબજારમાં આજની ટ્રેડિંગ સેશનમાં ઝડપી ઉછાળો આવ્યો હતો.
સ્ટોક માર્કેટના નિષ્ણાતોના મતે NDAને 300થી વધુ બેઠકો આવે તેવી ધારણા છે. તો બીજી તરફ બીજો વર્ગ એમ કહી રહ્યો છે કે, NDAને 250 બેઠકો મળશે. જો કે, સ્પષ્ટ બહુમતીવાળી સરકાર રચાશે તેવી સંભાવનાએ જ આજે શેરબજારમાં નવા વિશ્વાસનું વાતાવરણ ઉભુ થયું હતું. નિફટી મીડકેપ ઈન્ડેક્સ 201 પોઈન્ટ અને નિફટી સ્મોલકેપ ઈન્ડેક્સ 32 પોઈન્ટ ઉછળ્યા હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા. ભારતીય શેરોમાં લેવાલી ચાલુ રહી હતી.
બજાજ ફાઈનાન્સ (6.09 %), હીરો મોટો (4.26 %), મારૂતિ સુઝુકી (3.53 %), કોટક મહિન્દ્રા (3.31 %) અને બજાજ ઓટો (3.30 %) સૌથી વધુ ઊંચકાયા હતા. જ્યારે યસ બેંક (2.36 %), વેદાન્તા (1.44 %), ઈન્ફોસીસ (1.42%), એચસીએલ ટેકનો (1.15 %) અને સન ફાર્મા( 0.74 %) સૌથી વધુ ગગડ્યા હતા.