ન્યુઝ ડેસ્ક : 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી હતી, પરંતુ દેશનું પોતાનું કોઈ બંધારણ નહતુ. ભારત હજુ પણ અંગ્રેજોએ બનાવેલા કાયદાને માની રહ્યું હતું. જ્યારે બંધારણ સભાએ કામ કરવાનું શરુ કર્યું હતું. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ બાદ બંધારણને અંતિમ રુપ આપવામાં આવ્યું હતું, 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણને લાગુ કરવામાં આવ્યું હતું.
બંધારણ સભા માટે અંદાજે 1 કરોડનો ખર્ચ થયો હતો.
બંધારણ લખનાર સમિતિએ સંવિધાન હિંદી અને અંગ્રેજીમાં હાથે લખ્યું હતું, જેના માટે ટાઈપિંગ કે પ્રિન્ટીંગનો ઉપયોગ કરવામાં આવ્યો નહતો.
11 ડિસેમ્બર 1946ના બંધારણ સભાની બેઠકમાં ડૉ.રાજેન્દ્ર પ્રસાદને સ્થાયી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી.
ભારતના બંધારણની પ્રસ્તાવના અમેરિકાના બંધારણથી પ્રભાવિત છે.
રાજ્યનું પોતાનું કોઈ બંધારણ નથી.
1976ના 42માં સંશોધન દ્વારા પ્રસ્તાવનામાં ધર્મનિરપેક્ષ શબ્દને જોડવામાં આવ્યો હતો.
1950 થી 1954 સુધી, પ્રજાસત્તાક દિનની ઉજવણી રાજપથ પર નહીં પણ જુદા જુદા સ્થળોએ થઈ હતી. જેમાં ઈર્વિન સ્ટેડિયમ, કિંગ્સવે, લાલ કિલ્લો અને રામલીલા મેદાન સામેલ છે.
ભારતની પાસે દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ છે. મૂળ બંધારણમાં 395 કલમ હતી જે 22 ભાગોમાં વિભાજીત કરવામાં આવી હતી. જેમાં 8 અનુસૂચિ હતી. હવે બંધારણમાં 465 અનુચ્છેદ છે. જે 22 ભાગોમાં વિભાજિત છે.
પ્રજાસત્તાક દિવસે દેશના બહાદુર સૈનિકોને વીર ચક્ર, પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, કીર્તિ ચક્ર અને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવે છે.
પ્રજાસત્તાક દિવસ પર દેશને વડાપ્રધાન સંબોધિત કરે છે.
નવી દિલ્હીના વિજય ચોક પર બીટિંગ રીટ્રીટનું આયોજન કરવામાં આવે છે. તે દરમિયાન ત્રણેય સેના તેમના હુનરનું પ્રદર્શન કરે છે.
બીટિંગ રી-ટ્રીટમાં અંતિમ ધુન અંગ્રેજી ભજન અબાઈડ વિથમી છે. આ ધુનને મહાત્મા ગાંધી ખુબ પસંદ કરતા હતા.
સ્વતંત્રતા સંગ્રામમાં શહીદ થયેલા સૌનિકોની સ્મૃતિમાં અમર જવાન જ્યોતિની સ્થાપના પણ ગણતંત્ર દિવસ પર જ કરવામાં આવી હતી.
હિન્દીને 26 જાન્યુઆરી 1965ના રોજ રાજકીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો.