ETV Bharat / briefs

ઓડિશા: ચક્રવાત ફાનીને કારણે 16 લોકોના મોત, 1 કરોડ લોકો પ્રભાવિત

author img

By

Published : May 5, 2019, 10:29 AM IST

ભુવનેશ્વર: ઓડિશામાં ચક્રવાતી તુફાનને કારણે મરનારાની સંખ્યા શનિવારે વધીને 16 પર પહોંચી ગઈ છે. આશરે 10,000 ગામો અને રાજ્યના 52 શહેરી વિસ્તારોમાં યુદ્ધના પગલા પર રાહત અને પુનર્વસન કાર્ય શરૂ થયું છે. આ તોફાનથી લગભગ 1 કરોડ લોકોને અસર થઈ છે.

ચક્રવાત ફાની

ઓડિશામાં ચક્રવાતી તુફાન ફાનીનું તાંડવ

વાવાઝોડાના કારણે ઓડિશાના મયુરભંજમાં 4, પુરી અને ભુવનેશ્વરમાં 3 અને ક્યોંઝર, નયાગઢ અને કેન્દ્ર પાડામાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

240 કિમીની ઝડપે પવન ફૂંકાયો

અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકેલા આ વાવાઝોડાના કારણે શુક્રવારે પુરીમાં ભારે વરસાદ અને પવન ફૂંકાયો હતો. ફાની બંગાળ પર ત્રાટક્યું એ પહેલાં ઓડિશામાં તેજ વરસાદ અને પવન ફૂંકાયો હતો. જ્યારે તેના કારણે અનેક ઘર નષ્ટ થઈ ગયા હતા. અગાઉ ઓડિશામાં સુપર સાયક્લોન ત્રાટક્યું હતું જેના કારણે 10,000 હજાર લોકોનાં મોત થયા હતા.

પટનાયકે કર્યું હવાઈ સર્વેક્ષણ
ઓડિશાના મુખ્યપ્રધાને પ્રભાવિત ક્ષેત્રોમાં હવાઈ પરીક્ષણ કર્યું હતું. આ પહેલા તેઓએ કહ્યું કે, નાગરિક સમાજ સંગઠનો, NDRF, ઓડિશા આપત્તિ ત્વરિત કાર્યવાહી દળ (ODRAF) ના કર્મીઓ અને 1 લાખ અધિકારીઓ સાથે લગભગ 2000 આપાતકાલીન કર્મચારી, સામાન્ય જનજીવનને ફરીથી બરાબર કરવાના કામમાં લાગ્યા છે.

મોદી જઈ શકે છે ઓડિશા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક સાથે વાત કરી હતી. ચક્રવાત તટવર્તી રાજ્યમાં આવ્યા બાદની પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. મોદી ઓડિશાની મુલાકાત લઈ શકે છે. વડાપ્રધાનએ રાજ્ય સરકારને ખાતરી આપી કે રાજ્યને કેન્દ્રમાંથી મદદ મળી રહેશે.

ટ્રેન સેવા શરૂ
રેલ્વે બે ટ્રેનોને છોડીને રવિવારે ભુવનેશ્વર માટે બધી રેલ્વે સેવાઓને ફરીથી શરૂ કરાશે. જે ફેની ચક્રવાતને ધ્યાનમાં રાખી બંધ કરી દેવામાં આવી હતી. સિયાલદહ અને હાવડા સ્ટેશન પર ટ્રેન સેવાઓ સામાન્ય થઈ ગઈ છે.

હવાઈ સેવા શરુ
કોલકાતા હવાઈ મથક પર સવારે 9:57 મિનિટ પર વિમાની સેવા શરૂ થઈ ગઈ છે. કોલકાતા પોર્ટ ટ્રસ્ટે હલ્દિયા અને કોલકાત ડૉક પર શનિવાર સવારથી નિયમિત સેવાઓ શરૂ કરી દીધી છે.

NEETની પરીક્ષા તારીખને વધારાઈ
માનવ સંસાધન વિકાસ મંત્રાલયે શનિવારે કહ્યું કે, ફાની ચક્રવાતને કારણે NEET- 2019ની પરીક્ષાને ટાળવામાં આવી છે. HRD સચિવ આર. સુબ્રમણ્યમે ટ્વિટ કરીને કહ્યું કે, 'ફાની ચક્રવાતને ધ્યાને રાખીને રાહત અને પુનર્વસન કાર્યને જોતા ઓડિશા સરકારના અનુરોધ બાદ રાજ્યમાં 5 મે ના રોજ થનારી NEETની પરીક્ષાને રદ્દ કરવામાં આવી છે. ઓડિશામાં પરીક્ષાની તારીખની જલ્દીથી ઘોષણા કરવામાં આવશે'.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/cyclone-fani-storm-in-odisha-and-bengal-1-1/na20190505084513067

ओडिशा : चक्रवात फानी से16 लोगों की मौत, 1 करोड़ लोग प्रभावित

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.