મધ્યપ્રદેશના ગ્વાલિયરનો વિચિત્ર બનાવ
યુવાન ફક્ત 9 મહિનામાં 3 વાર કોરોના પોઝિટિવ થયો
2020 અને 2021 બંને વર્ષમાં કોરોના થી થયો સંક્રમિત
મધ્યપ્રદેશ: સમગ્ર દેશમાં જ્યારે કોરોના સંક્રમણને હાહાકાર મચાવ્યો છે ત્યારે સંક્રમણને લઈને અનેક વિચિત્ર ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટનામાં ગ્વાલિયર શહેરની સામે આવી છે જેમાં એક 30 વર્ષીય યુવાન 9 મહિનામાં 3 વાર કોરોના સંક્રમિત થયો છે. કોઈ યુવાન આ રીતે વારંવાર કોરોના થી સંક્રમિત થયો હોય તેવી શહેરની આ પ્રથમ ઘટના છે.
આ યુવાન પહેલીવાર ગતવર્ષે 26 જુલાઈ 2020ના રોજ કોરોના પોઝિટિવ થયો હતો. જો કે તેને હળવા લક્ષણો જ હોવાથી પ્રાથમિક સારવાર અને આઇસોલેશનમાં રહી તે સ્વસ્થ થઈ ગયો હતો. ત્યારબાદ 15 ઓક્ટોબરમાં તે બીજીવાર સંક્રમિત થયો અને હવે ત્રીજીવાર તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
25 એપ્રિલે ત્રીજીવાર થયો કોરોના સંક્રમિત
એકવાર કોરોના સંક્રમિત થયા બાદ વ્યક્તિના શરીરમાં એન્ટીબોડી બની જાય છે અને તે લગભગ 6 મહિના સુધી કોરોના સંક્રમણ સામે રક્ષા કરે છે. પરંતુ આ યુવાનનો કિસ્સો પહેલીવાર સામે આવ્યો છે જેમાં 30 વર્ષીય આ યુવાન બે વાર કોરોનાથ સંક્રમિત થઈને ફરી સ્વસ્થ થયો છે. અને 25 એપ્રિલે તેનો ત્રીજીવાર કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
યુવાનના જેનોમ સિકવંસિંગ માટે નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવશે
આ અંગે જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર મનીષ શર્માએ જણાવ્યું છે કે આ યુવાન ક્યારે ક્યારે સંક્રમિત થયો છે તેની અમારી પાસે માહિતી છે. આ એક ખૂબ જ દુર્લભ ઘટના કહી શકાય. જો કે કોરોના ના બીજા સ્ટ્રેન સામે એન્ટીબોડી શરીરમાં ક્યાં સુધી રક્ષણ કરી શકે છે તે પણ સંશોધનનો વિષય છે.