સુરત: ગોડાદરા વિસ્તારમાં 27 વર્ષીય યુવકએ લોન આપનાર પ્રાઈવેટ કંપનીઓના ધમકીઓથી કંટણી પોતાનાં ઘરે ઝેરી દવા પી આત્મહત્યા (Youth Commits Suicide In Surat) કરી હતી. યુવક પાસેથી પરિવારને સુસાઇડ નોટ પણ મળી હતી. હાલ આ મામલે ગોડાદરા પોલીસ દ્વારા સુસાઇડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
![સુસાઇડ નોટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-susaid-godadra-gj10058_12062022103016_1206f_1655010016_1105.jpg)
આ પણ વાંચો: પશુ પર ક્રૂરતા : રખડતા શ્વાનની હત્યાની ફરિયાદ નોંધાઇ, જૂઓ શું કહે છે કાયદો
પરિવારને સુસાઇડ નોટ મળી : સુરત શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ સિલિકોન ફ્લેટમાં રહેતા 28 વર્ષીય યોગેશ મહેશ અગ્રવાલ જેઓ આજાર ખાતે પોતાના જ બનેવીના લેસના ખાતામાં નોકરી કરતા હતા તે સાથે ખાતાનો વહીવટ પણ કરતા હતા. ઘરે કોઈ ઝેરી દવા પીઆત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. યોગેશ પાસેથી પરિવારને સુસાઇડ નોટ મળી આવી હતી. ઘટનાની જાણ થતા ગોડાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુસાઇડ નોટમાં આ લખવામાં આવ્યું હતું : આ ઘટનામાં પોલીસે સુસાઇડ નોટ પણ કબજે કરી હતી. આ સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું હતું કે, મને લોન કંપનીઓ દ્વારા વારંવાર ફોન કરવામાં આવી રહ્યા છે. અને સાથે ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. તેઓ ધમકીઓ સાથે આપ શબ્દો બોલતા હોય છે. મન ફાવે તેમ તેઓ અપશબ્દો બોલી મને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે. મેં એક પ્રાઇવેટ લોન કંપની પાસે 7 હજાર રૂપિયાની લીધી હતી. જે 7 દિવસની અંદર વ્યાજ સાથે 3500 રૂપિયા આપવા પડશે તેવી ધમકીઓ આપવામાં આવી રહી છે. હું કંટાળી ગયો છું. જેથી તમે આવા પ્રાઇવેટ લોન કંપનીઓ સામે કોઈ ગંભીર પગલા લો નહીંતર તમને પણ હેરાન પરેશાન કરવામાં આવશે.
આ પણ વાંચો: એવું તો શું થયું કે આખા પરિવારે કરી આત્મહત્યા, કારણ જાણીને રહી જશો દંગ
ઝેરી દવા પી સુઈ ગયો હતો : પરિવારએ જણાવ્યું હતું કે, યોગેશ ઘરે આવ્યા બાદ અચાનક જ પોતાના રૂમમાં જઈને ઝેરી દવા પી સુઈ ગયો હતો, પરંતુ તેને ચા-પાણી નાસ્તા માટે જગાડતા તે પણ અવસ્થામાં હતો અને તેના મોં માંથી ફીણ બહાર આવતા અમે લોકો ગભરાઈને તાત્કાલિક 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. હોસ્પિટલમાં તેમના પેન્ટના પાકીટ માંથી સુસાઇડ નોટ મળી આવી હતી.જોકે હાલ આ મામલે પોલીસએ આત્મહત્યાનો ગુન્હો નોંધી અને તેમની પાસેથી મળી આવેલ સુસાઇટ નોટ અને ફોન કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.