- તેજસે અત્યાર સુધીમાં પાંચ હજાર જેટલા કોબ્રા સાપને બચાવી લીધા છે
- ડૉ.રમેશ નામના વ્યક્તિના ઘરમાંથી કોબ્રાના 8 ઇંડા મળી આવ્યા હતા
- તેજસને પર્યાવરણ અને પ્રાણી-પક્ષીના જીવનમાં ખૂબ રસ છે
બેંગલુરૂ: કર્ણાટકના દક્ષિણ કન્નડમાં એક યુવકે કોબ્રાના ઇંડાને બચાવ્યા હતા અને તેને કૃત્રિમ હીટિંગ આપી હતી. ત્યારબાદ જ્યારે કોબ્રા ઇંડામાંથી બહાર આવ્યા ત્યારે તેણે તેમને જંગલમાં છોડી દીધા હતા.
આ પણ વાંચો: વડોદરામાં રહેણાંક મકાનમાંથી ઝેરી વાઇપર સાપનું કરાયું રેસ્ક્યૂ
તેજસે અત્યાર સુધીમાં પાંચ હજાર જેટલા કોબ્રા સાપને બચાવી લીધા છે
દક્ષિણ કન્નડ જિલ્લાના પુત્તૂરનો પર્યાવરણીય પ્રેમી તેજસ છેલ્લા ઘણા સમયથી જંગલી પ્રાણીઓ અને પક્ષીઓની સુરક્ષામાં રોકાયો હતો. તેણે અત્યાર સુધીમાં પાંચ હજાર જેટલા કોબ્રા સાપને બચાવી લીધા છે.
ડૉ.રમેશ નામના વ્યક્તિના ઘરમાંથી કોબ્રાના 8 ઇંડા મળી આવ્યા હતા
તાજેતરમાં ડૉ.રમેશ નામના વ્યક્તિને તેના મકાનમાં કોબ્રાના 8 ઇંડા મળી આવ્યા હતા, પરિવારના સભ્યોએ તેજસને આ અંગે માહિતી આપી હતી. માહિતી મળતાં જ તેજસે તરત જ ખાતરી આપી હતી કે આ ઇંડા કોબ્રાના ઇંડા છે.
આ પણ વાંચો: જેતપુરના નવાગઢ પાસે સાપ રતિક્રિડામાં મશગૂલ
તેજસને પર્યાવરણ અને પ્રાણી-પક્ષીના જીવનમાં ખૂબ રસ છે
તેજસને પર્યાવરણ અને પ્રાણી-પક્ષીના જીવનમાં ખૂબ રસ છે. તે કોલેજના દિવસોથી જ જંગલો, સાપ અને નાના પ્રાણીઓના સંરક્ષણના કાર્યમાં સામેલ છે. તેમજ જંગલમાં છોડેલા સાપોને પકડવાની પણ ઈચ્છા રાખે છે.