- મહિલાઓ માટે ખાસ 'હેપ્પીનેસ કિટ'
- માસિકના દિવસોમાં આપશે રાહત
- મહિલાઓ નહીં થાય અસહજ
ન્યૂઝ ડેસ્ક: કોઈ પણ સ્ત્રી તેના ઘરના ચાર ખૂણા સુધી સીમિત નથી હોતી. એક સ્ત્રી પોતાના સપના પૂરા કરવા ઘરની બહાર આવી અને આકાશને સ્પર્શે છે. સ્ત્રીઓ સામાન્ય રીતે માસિકના દિવસો દરમિયાન ઘરની બહાર જતા અસ્વસ્થતા અનુભવે છે. જો કે આ એક કુદરતી ઘટના છે, મહિલાઓને શરમ આવે છે કે તેઓએ કોઈની સાથે આ વિષય પર કેવી ચર્ચા કરવી. મહિલાઓની આ મુશ્કેલીને પહોંચી વળવા, એક યુવાન એન્જિનિયર હ્રુદાનંદ પ્રુસ્ટી તેમના માટે 'હેપ્પીનેસ કીટ' લાવ્યા છે, તેણે તેનું નામ 'પ્રોજેક્ટ પ્રીતિ - હેપ્પી રૂમ ફોર વુમન' રાખ્યું છે.
પોતાના આ પ્રોજેક્ટ અંગે હ્રુદાનંદ પ્રુસ્ટીએ ETV Bharatને જણાવ્યું હતું કે,"કોઈ છોકરી ઘર છોડ્યા પછી માસિકના દિવસ દરમ્યાન શરમ અનુભવે છે અને તે કોઈની સાથે શેર કરી શકતી નથી. તે બહાર પ્રવાસ કરતી વખતે પણ ન તો તેની પાસે સેનિટરી પેડ્સ છે અને ન તો વોશ રૂમ ઉપલબ્ધ છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મેં 'પ્રોજેક્ટ પ્રીતિ' સોલ્યુશન શોધ્યુ છે. તદનુસાર, તમામ જાહેર મહિલા શૌચાલયોને 'હેપ્પી રૂમ્સ' માં પરિવર્તિત કરવામાં આવશે." કિટમાં સેનિટરી પેડ્સ, કોટન, ટીશ્યુ, સાબુ, સેનિટાઇઝર અને આરામ માટે ખુરશી છે. શાળાઓ અને કોલેજોથી લઈ આ કીટ ભીડ વાળા સ્થળોએ સ્થિત તમામ શૌચાલયોમાં ઉપલબ્ધ હશે. જો હ્રુદાનંદનો આ પ્રોજેક્ટ અમલમાં મુકાય તો મહિલાઓ જ્યારે ઘરની બહાર હોય ત્યારે તેના મનમાં કોઈ ડર રહેશે નહીં. તેઓ માસિક સ્રાવ દરમિયાન કોઈપણ દિવસની જેમ કોઈ ચિંતા કર્યા વગર બહાર જઇ શકે છે.
વધુ વાંચો: એક શિક્ષિકા જે વિદ્યાર્થીઓના નામ પર જમા કરે છે પૈસા
હ્રુદાનંદે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની કીટની પ્રશંસા કરી છે અને તેની તકનીકી ટીમ દ્વારા મંજૂરી બાદ તેને લાગુ કરવાની ખાતરી આપી છે. બીજી તરફ, હુદાનંદે મહિલાઓને શિક્ષિત કરવા અને આ અંગે જાગૃતિ લાવવા માટે 'અભિજાન મિશન' શરૂ કર્યું છે. આ મિશન સાથે આશરે સો મહિલાઓ જોડાયેલી હતી. હ્રુદાનંદે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સહિત તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્સને પત્ર લખીને પ્રોજેક્ટના ફાયદાઓને ધ્યાનમાં રાખીને મંજૂરી આપવા વિનંતી કરી છે. જો આ 'હેપ્પીનેસ કિટ' લાગુ કરવામાં આવે તો મહિલાઓને માસિક સ્રાવ દરમિયાન ઘણો ફાયદો મળશે..
વધુ વાંચો: વોગ ફેશન મેગેઝીન પર છપાયો આ મહિલાનો ફોટો