ETV Bharat / bharat

YEAR ENDER 2021: વાંચો આ વર્ષની કેટલીક હૃદયસ્પર્શી ઘટનાઓ, જે તમે ચોક્કસપણે યાદ રાખવા માંગશો - હ્રદયસ્પર્શી સમાચાર

વર્ષ 2021માં ચૂંટણી, કોરોનાથી ગભરાટ અને ખેડૂતોના આંદોલન સિવાય (YEAR ENDER 2021) પણ આવી ઘણી નાની-મોટી ઘટનાઓ બની, જેને તમે કાયમ યાદ રાખવા માગશો. કોરોનાના કારણે સર્જાયેલી પરેશાનીઓ વચ્ચે તમારે આ હૃદયસ્પર્શી ઘટનાઓ (Human Interest Stories 2021) વિશે પણ જાણવું જોઈએ.

YEAR ENDER 2021
YEAR ENDER 2021
author img

By

Published : Dec 27, 2021, 1:22 PM IST

હૈદરાબાદ: વર્ષ 2021 વિદાય લઈ રહ્યું છે. છેલ્લા 12 મહિનામાં દેશમાં ઘણી મોટી ઘટનાઓ (YEAR ENDER 2021) બની, જે આવનારા સમયમાં દેશનું ભવિષ્ય નક્કી કરશે પરંતુ વર્ષ 2021માં આવી કેટલીક ઘટનાઓ (Human Interest Stories 2021) બની, તે બ્રેકિંગ કેટેગરીમાં સામેલ ન હતી, પરંતુ આ સમાચારો હંમેશા માટે મનમાં વસી ગયા. જાણો 2021ની કેટલીક રસપ્રદ ઘટનાઓ...

1. RBIએ ખેડૂતોની બળી ગયેલી નોટો બદલી

સુરેન્દ્રનગરએ ગુજરાતના કચ્છના રણમાં આવેલો જિલ્લો છે. ત્યાં રહેતા મીઠા બનાવતા બાબુ રેડાણી (65)ના ઘરમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં તેના પૈસા પણ બળી ગયા હતા. પરેશાન બાબુ રેડાણી બળી ગયેલી નોટો સાથે બેન્કમાં પહોંચ્યા, જ્યાંથી અધિકારીઓએ તેને અમદાવાદની RBI ઓફિસમાં મોકલી આપ્યો. RBIએ જાન્યુઆરીમાં બળી ગયેલી નોટો બદલાવી હતી. 6450 રૂપિયાની ચોટલી નોટો મળી આવતા તેણે રાહતનો શ્વાસ લીધો હતો.

RBIએ ખેડૂતોની બળી ગયેલી નોટો બદલી
RBIએ ખેડૂતોની બળી ગયેલી નોટો બદલી

2. ડોગ સ્કવોડે ASPને અનોખી શ્રદ્ધાંજલિ અર્પી

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી અન્ય એક હ્રદયસ્પર્શી સમાચાર (Heartbreaking news) આવ્યા હતા, જ્યાં યુપી પોલીસે ડોગ સ્ક્વોડના સભ્ય ટિંકીના મૃત્યુ બાદ તેની મૂર્તી બનાવી હતી. પોલીસ ડોગ સ્ક્વોડમાં સમાવિષ્ટ ટિંકીને ASPનો દરજ્જો મળ્યો હતો. ASP ટિંકીએ મુઝફ્ફરનગર પોલીસમાં કામ કરતી વખતે 49 ઘટનાઓનો પર્દાફાશ કર્યો હતો. ટિંકીનું 2020માં અવસાન થયું હતું. ત્યારબાદ મુઝફ્ફરનગર પોલીસ વિભાગે તેના એક પ્રસિદ્ધ અધિકારીની યાદમાં એક પ્રતિમા બનાવી હતી.

ડોગ સ્કવોડે ASPને અનોખી શ્રદ્ધાંજલિ અર્પી

3. ભીમબેટકામાં જોવા મળ્યું વિશ્વનું સૌથી જૂનું પ્રાણી

ભીમબેટકા રોક શેલ્ટરએ યુનેસ્કોનું સ્થળ છે, જે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી 40 કિમી દૂર છે. તે આદિમ માણસ દ્વારા બનાવેલા રોક પેઇન્ટિંગ્સ અને ગુફાઓ માટે પ્રખ્યાત છે. અહીં 2021માં સંશોધકોને ડિકિન્સોનિયાનો પ્રથમ અવશેષ મળ્યો હતો. આ અશ્મિને પૃથ્વીનું 'સૌથી જૂનું પ્રાણી' કહેવામાં આવે છે, કારણ કે તે 570 મિલિયન વર્ષ જૂનું છે. ગોંડવાના સંશોધન મુજબ ડિકિન્સોનિયાના અવશેષો 4 ફૂટથી વધુ લાંબા હોઈ શકે છે પરંતુ ભીમબેટકામાં મળેલા અવશેષો 17 ઈંચ લાંબા છે.

ભીમબેટકામાં જોવા મળ્યું વિશ્વનું સૌથી જૂનું પ્રાણી

4. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રથમ ભારતીય વિદ્યાર્થી નેતા

વિદેશમાં રહેતા ઘણા ભારતીયોએ 2021માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેમાંથી એક કર્ણાટકના મણિપાલની રશ્મિ સામંત છે. રશ્મિ સામંત ઓક્સફોર્ડ સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ પદ સંભાળનાર તે પ્રથમ ભારતીય મહિલા બની હતી. મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીની ભૂતપૂર્વ વિદ્યાર્થી, રશ્મિ ઑક્સફર્ડ યુનિવર્સિટીની લિનાક્રે કૉલેજમાં અભ્યાસ કરી રહી છે. ત્યાં રશ્મિ સામંતે વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીતી હતી.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રથમ ભારતીય વિદ્યાર્થી નેતા

5. નાગાલેન્ડ વિધાનસભાએ 60 વર્ષમાં પ્રથમ વખત રાષ્ટ્રગીત વગાડ્યું

2021માં નાગાલેન્ડની વિધાનસભામાં પણ ઈતિહાસ રચાયો હતો. ત્યાં 60 વર્ષમાં પ્રથમ વખત, નાગાલેન્ડ વિધાનસભાએ રાષ્ટ્રગીત વગાડ્યું હતું. 1 ડિસેમ્બર 1963ના રોજ નાગાલેન્ડને આસામમાંથી અલગ કરીને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો ત્યારથી ત્યાંની વિધાનસભામાં રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ન હતું. એસેમ્બલી સ્પીકર શેરિંગન લોંગકુમારે ફેબ્રુઆરીમાં બજેટ સત્રની શરૂઆતમાં રાજ્યપાલના સંબોધન પહેલાં રાષ્ટ્રગીત વગાડવાનું નક્કી કર્યું. આ માટે રાજ્ય સરકાર પાસેથી પણ પરવાનગી લેવામાં આવી હતી.

નાગાલેન્ડ વિધાનસભાએ 60 વર્ષમાં પ્રથમ વખત રાષ્ટ્રગીત વગાડ્યું

6. ઈસરોએ અંતરિક્ષમાં મોકલ્યા અમેરિકાનાં ઉપગ્રહો

ફેબ્રુઆરી 2021માં ISROએ શ્રી હરિકોટા વર્કહોર્સ પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ (PSLV- C51) લોન્ચ કર્યું હતું. દેશમાં આ પ્રકારનું પ્રથમ અવકાશ મિશન હતું. PSLV- C51 બ્રાઝિલના સેટેલાઇટ એમેઝોનિયા-1 સહિત અન્ય 18 ઉપગ્રહો સાથે અવકાશમાં ગયું હતું. આ પ્રક્ષેપણની ખાસ વાત એ હતી કે આમાંથી 13 ઉપગ્રહ અમેરિકાના છે. આ સાથે ભગવદગીતા પણ અવકાશમાં મોકલવામાં આવી હતી.

ઓક્સફોર્ડ યુઈસરોએ અંતરિક્ષમાં મોકલ્યા અમેરિકાનાં ઉપગ્રહોનિવર્સિટીના પ્રથમ ભારતીય વિદ્યાર્થી નેતા
ઈસરોએ અંતરિક્ષમાં મોકલ્યા અમેરિકાનાં ઉપગ્રહો

7. દમાણી ભાઈઓએ ખરીદ્યો 1001 કરોડનો બંગલો

2021 દરમિયાન ભારતમાં અબજો રૂપિયાની મિલકતોની ખરીદી અને વેચાણ કરવામાં આવ્યું હતું પરંતુ મુંબઈમાં વેચાયેલો એક બંગલો હેડલાઇન્સમાં રહ્યો હતો. D Martના સ્થાપક રાધાકિશન દામાણી અને તેમના ભાઈ ગોપીકિશન દામાણીએ દક્ષિણ મુંબઈના મલબાર હિલ્સ વિસ્તારમાં નારાયણ દાભોળકર રોડ પર રૂપિયા 1,001 કરોડમાં એક બંગલો ખરીદ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દામાણીએ 31 માર્ચે 3 ટકા સ્ટેમ્પ ડ્યૂટી ભરીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. છૂટ આપ્યા બાદ પણ તેણે 30 કરોડની સ્ટેમ્પ ડ્યુટી આપી હતી. દોઢ એકરના આ બંગલા માટે તેણે પ્રતિ ચોરસ ફૂટ રૂપિયા 1.60 લાખની કિંમત ચૂકવી હતી.

દમાણી ભાઈઓએ ખરીદ્યો 1001 કરોડનો બંગલો
દમાણી ભાઈઓએ ખરીદ્યો 1001 કરોડનો બંગલો

8. બાળકનો જીવ બચાવનાર સખારામને સલામ

એપ્રિલમાં મહારાષ્ટ્રના વાંગાણી સ્ટેશન પર રેલ્વે પોઈન્ટ્સમેન મયુર સખારામ શેલ્કેએ એવી હિંમત બતાવી, જેને ઓળખનારા દરેક તેને સલામ કરે છે. તેણે પોતાના જીવ પર રમીને 6 વર્ષના બાળકનો જીવ બચાવ્યો હતો. તમે આના પરથી તેમની હિંમતનો અંદાજ લગાવી શકો છો કે જો થોડીક સેકન્ડ પણ મોડું થયું હોત તો બાળકે જીવ ગુમાવ્યો હોત. 17 એપ્રિલે મધ્ય રેલવેના વાંગણી સ્ટેશન પર 6 વર્ષનો બાળક તેની અંધ માતા સાથે જઈ રહ્યો હતો. નાનો છોકરો પ્લેટફોર્મ પરથી પડી ગયો. ઉદ્યાન એક્સપ્રેસ એ જ ટ્રેક પર ઝડપથી આવી રહી હતી. મયુર સખારામ શેલકેએ જીવની પરવા કર્યા વિના બાળકને બચાવી લીધો હતો.

  • #WATCH | Maharashtra: A pointsman in Mumbai Division, Mayur Shelkhe saves life of a child who lost his balance while walking at platform 2 of Vangani railway station & fell on railway tracks, while a train was moving in his direction. (17.04.2021)

    (Video source: Central Railway) pic.twitter.com/6bVhTqZzJ4

    — ANI (@ANI) April 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

9. વૃદ્ધે જ્યારે કોરોનાના યુવાન દર્દી માટે પોતાનો પલંગ આપ્યો

એપ્રિલમાં કોરોનાનો કહેર લોકો ભૂલશે નહીં ત્યારે હોસ્પિટલમાં ઓક્સિજન અને બેડ માટે લડાઈ થઈ રહી હતી. કોરોનાથી સંક્રમિત નારાયણ ભાઉરાવ દાભાડકર (85)ને મહારાષ્ટ્રના નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એક મહિલા તેના 40 વર્ષના પતિ સાથે હોસ્પિટલ પહોંચી પરંતુ બેડ ખાલી ન હોવાથી હોસ્પિટલે દાખલ કરવાની ના પાડી. મહિલાએ તેના પતિને દાખલ કરાવવા માટે ડોક્ટરની સામે આજીજી કરવાનું શરૂ કર્યું. આ જોઈને 85 વર્ષીય નારાયણ ભાઉરાવ દાભાડકરે હોસ્પિટલ પ્રશાસનને મહિલાના પતિને પોતાનો બેડ આપવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું, 'મેં મારું જીવન જીવ્યું છે. હું અત્યારે 85 વર્ષનો છું. આ મહિલાનો પતિ યુવાન છે. તેના પરિવારની જવાબદારી છે. તો તેને મારી પથારી આપી દો.

વૃદ્ધે જ્યારે કોરોનાના યુવાન દર્દી માટે પોતાનો પલંગ આપ્યો

10. નિકિતા કૌલ પોતાના શહીદ પતિના પગલે ચાલ્યા

લેફ્ટનન્ટ નિતિકા કૌલ 2019માં પહેલીવાર ચર્ચામાં આવી હતી, જ્યારે તેમના પતિ શહીદ મેજર વિભૂતિ ઢૌંડિયાલ પુલવામાના પિંગલાન ગામમાં આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા હતા. લગ્નના 10 મહિના પછી તેના પતિએ દુનિયા છોડી દીધી પણ નિકિતાનો આત્મા તૂટ્યો નહિ. તેણે પણ એ જ રસ્તો પસંદ કર્યો જે તેના પતિએ અનુસર્યો હતો. નિકિતાએ શોર્ટ સર્વિસ કમિશન (SSC)ની પરીક્ષા પાસ કરી છે. સપ્ટેમ્બર 2019માં તેણે SSCનું ફોર્મ ભર્યું હતું. મે 2021માં નીતિકા કૌલ ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાંથી પાસ આઉટ થઈ અને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ બની હતી.

નિકિતા કૌલ પોતાના શહીદ પતિના પગલે ચાલ્યા

11. પુત્ર માટે લોહી મેળવવા 400 કિમી સાયકલ ચલાવી

ઝારખંડના ગોડ્ડા જિલ્લાના પ્રતાપપુર ગામનો 5 વર્ષીય વિવેક થેલેસેમિયાથી પીડિત છે અને તેને દર મહિને બે યુનિટ લોહીની જરૂર પડે છે. લોકડાઉન દરમિયાન તેના પિતા દિલીપ દિલ્હીથી પરિવાર સાથે ગામમાં આવ્યા હતા. અહીં તેમને તેમના પુત્રને રક્તદાન કરવા માટે જામતારા જવું પડ્યું હતું. કારણ કે જામતારામાં બે યુવકોએ A નેગેટિવ ગ્રુપનું રક્તદાન કર્યું હતું. આ મુશ્કેલીમાં દિલીપ યાદવ તેમના પુત્ર વિવેકને સાઈકલ પર લઈને 200 કિમી દૂર જામતારા પહોંચ્યા અને પછી સાઈકલ ચલાવીને જ પરત ફર્યા હતા. આ રીતે કોરોના દરમિયાન તે દર મહિને એકવાર 400 કિમી સાઇકલ ચલાવતા રહ્યા હતા.

પુત્ર માટે લોહી મેળવવા 400 કિમી સાયકલ ચલાવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.