- 2 વર્ષ 10 મહિનાની બાળકીનું નામ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું
- 2 વર્ષની બાળકીએ પોતાની કુશળતાથી તેના પરિવારનું નામ રોશન કર્યું
- ત્રણ જ મિનિટમાં 112 કાર્ટૂનને ઓળખીને રેકોર્ડ બનાવ્યો
હરિયાણા: જિલ્લાની એક 2 વર્ષની બાળકીએ પોતાની કુશળતાથી તેના પરિવારનું નામ રોશન કર્યું છે. અત્રે જણાવી દઈએ કે શંકર નગર કોલોનીની 2 વર્ષ 10 મહિનાની બાળકીનું નામ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું છે.
ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા જસરીન કૌરને ટ્રોફી એનાયત કરાઈ
ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા જસરીન કૌરને ટ્રોફી એનાયત કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા આયોજિત કાર્ટૂન કેરેક્ટર રેકગ્નિશન પ્રોગ્રામમાં જસરીને ત્રણ જ મિનિટમાં 112 કાર્ટૂનને ઓળખીને રેકોર્ડ બનાવ્યો છે.
આ પણ વાંચો : હરીયાણાનો યમુનાનગરના વિદ્યાર્થીએ જેમ્સ કુક બ્રિસબેન ઓસ્ટ્રેલિયા યૂનિવર્સિટીમાં કર્યું ટોપ
સામાન્ય જ્ઞાનના આધારે પાંચ ટ્રોફી જીતીને જિલ્લાનું નામ રોશન કર્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, આયોજકોએ તેને મેડલ, સર્ટિફિકેટ અને ટ્રોફી આપીને સન્માનિત કરી છે. 2 વર્ષ 10 મહિનાની આ બાળકીએ વર્લ્ડ રેકોર્ડની ચેમ્પિયન બુકમાં પોતાનું નામ પણ નોંધાવ્યું છે. જસરીનના પિતા મલકીતસિંહ બમરાહે જણાવ્યું હતું કે, તેમની પુત્રીએ અત્યાર સુધીમાં તેના સામાન્ય જ્ઞાનના આધારે પાંચ ટ્રોફી જીતીને જિલ્લાનું નામ રોશન કર્યું છે.
આ પણ વાંચો : યમુનાનગરઃ પ્રવાસી મજૂરોએ હાઈવે પર નાકાબંધી કરતા પોલીસે કર્યો લાઠીચાર્જ
અત્યાર સુધીમાં જસરીનને 75થી વધુ પ્રમાણપત્રોથી સન્માનિત કરાઈ
જસરીન કૌરે બમરાહ સ્માર્ટેસ્ટ અને મોસ્ટ ઈન્સપાયરીંગ બેબીનો ખિતાબ પણ મેળવી લીધો છે. જસરીને 2 વર્ષ 10 મહિનાની ઉંમરે મહત્તમ સામાન્ય જ્ઞાનના પ્રશ્નોના જવાબ આપવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. જસરીનને CBRમાં મેડલ અને સર્ટિફિકેટથી પણ સન્માનિત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં જસરીનને 75થી વધુ પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવી છે.