હૈદરાબાદ : શારદીય નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કર્યા બાદ બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાની પરંપરા છે. બ્રહ્માનો અર્થ થાય છે 'તપ' અને 'આચરણ કરનાર'. જ્યોતિષી શિવકુમાર શર્માએ જણાવ્યું કે, માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી વ્યક્તિ અહંકાર, સ્વાર્થ, ઈર્ષ્યા વગેરે જેવી વૃત્તિઓથી મુક્તિ મેળવે છે અને સમજદારી અને ધૈર્ય વધે છે. એટલું જ નહીં, માતાની પૂજા કરવાથી જ્ઞાન, સંયમ, તપ અને ત્યાગની ભાવના પણ પ્રાપ્ત થાય છે.
પૂજાની રીતઃ કેટલાક લોકો નવરાત્રિ દરમિયાન ઘરમાં કલશ સ્થાપિત કરીને દેવી ભગવતીની પૂજા કરે છે. આવી સ્થિતિમાં તેમને ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. પૂજા કરતા પહેલા સ્વચ્છ વસ્ત્રો પહેરો અને માતા બ્રહ્મચારિણીનું ધ્યાન કરો. આ પછી, તેમને ફૂલ અર્પણ કરો અને તેમને ખાંડની મીઠાઈ અર્પિત કરો. ત્યારબાદ ધૂપ અને દીપ પ્રગટાવો અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. જો તમે આ ન કરી શકો તો દુર્ગા ચાલીસાનો પાઠ અવશ્ય કરો. પૂજા સમયે 'ઓમ દેવી બ્રહ્મચારિણ્યૈ નમઃ' મંત્રની માળાનો જાપ કરો. તેનાથી માતાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ પછી માતા બ્રહ્મચારિણીની આરતી કરો જે નીચે મુજબ છે.
કોના પુત્રી હતા : પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી તમામ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક ગ્રંથો અનુસાર તેઓ હિમાલયના પુત્રી હતા અને નારદના ઉપદેશ બાદ ભગવાનને પતિ સ્વરૂપે પામવા માટે તેમણે કઠોર તપ કર્યું હતું. જેના કારણે તેમનું નામ બ્રહ્મચારિણી પડ્યું હતું. કહેવાય છે કે, સાચા મનથી માં પાસે જે માંગવામાં આવે છે તે પૂર્ણ થાય છે. આજે જાતકે મનથી માંની પૂજા કરવી જોઇએ, જેથી આવનારા દરેક સંકટને માં દૂર કરી નાંખશે.