ન્યૂઝ ડેસ્ક: આપણે જે ખાઈએ છીએ કે, હેલ્ધી ફૂડ (Healthy food) ખાવાથી તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય (health tips) પર પડે છે. લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા (Eat healthy foods for a long life) માટે બાળપણથી જ યોગ્ય ખાનપાન (diet plan) રાખવાની જરૂર છે. જો તમે અત્યાર સુધીમાં ધ્યાન ન આપ્યું હોય, તો હજુ મોડું નથી થયું. અહીં અમે તમને એવા જ કેટલાક ખાદ્યપદાર્થોના નામ જણાવી દઈએ કે, જે દુનિયામાં સૌથી હેલ્ધી માનવામાં આવે છે. સૌથી સારી વાત એ છે કે, તે બહુ મોંઘું નથી અને તમને તે બજારમાં સરળતાથી મળી જશે. તમારા આહારમાં શક્ય તેટલી આ વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. અને જેઓ તેને જાણતા હોય તેમને પણ જાગૃત કરો.
સફરજન: સફરજન ના ફાયદા તેની અંદર એન્ટી-ઓક્સીડેન્ટ, ફાઈબર, વિટામીન-સી અને વિટામીન-બી મળી રહે છે. નિયમિત સફરજન ખાવાથી રાત ના ઓછુ દેખાવાની બીમારી હોય તેને ઘણો ફાયદો થાય છે. મોતિયાબિંદ,ગ્લુકોમા, જેવી આંખ ની બીમારી માં પણ સફરજન ફાયદાકારક છે. દરરોજ એક સફરજન ખાવથી હાડકા ને લગતી બીમારિયો માં ફાયદો થાય છે. અને હાડકા મજબૂત બને છે. લીવર ના દર્દીઓ અને યકૃત પણ એક સફરજન ખાવાથી બરાબર કામ કરે છે.
કેળા: ગ્લુકોઝથી ભરપૂર હોય છે. જે શરીરને તરત જ તાકાત આપે છે. કેળામાં ૭૫ ટકા પાણી હોય છે. આ સિવાય કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહતત્વ પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. શરીરમાં લોહીને શુદ્ધ કરવામાં પણ કેળા ફાયદાકારી છે. લોહીને શુદ્ધ કરવામાં લોહ, મેગ્નેશિયમ મુખ્ય ભૂમિકા ભજવે છે. કેળા આંતરડાના રોગને દૂર કરવામાં લાભદાયી નીવડે છે સાથે કબજિયાતની બીમારીમાં ફાયદાદાયક છે.
લીંબુ: મોટાભાગના ભારતીયોના રસોઈ ઘરમા લીંબુ જોવા મળશે. લોકો તેનો ઉપયોગ વાનગીઓમાં ખટાશ અથવા સ્વાદ ઉમેરવા માટે કરે છે. જો કે તેમાં એટલા બધા ઔષધીય ગુણો છે કે, તેની ગણતરી વિશ્વના સૌથી આરોગ્યપ્રદ ફળોમાં થાય છે. લીંબુ વિટામિન Cનો ઉત્તમ સ્ત્રોત છે. એવું માનવામાં આવે છે કે, તે કેન્સરના કોષોના વિકાસને પણ અટકાવે છે. એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર આ ફળને આહારમાં સામેલ કરો.
કઠોળ: ભારતીય ઘરોમાં કઠોળ એ દૈનિક આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેના પોષક મૂલ્યને કારણે, કઠોળ વિદેશી રસોડામાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. મસૂર એ ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તમે વિવિધ પ્રકારની કઠોળ ખાઈને મહત્તમ પોષણ મેળવી શકો છો. ફણગાયેલા ચણા ખાવાથી શરીર ઉર્જાવાન બને છે.
પાલક: પોષક તત્વોથી ભરપૂર શાકભાજી છે. તેમાં વિટામિન A, K હોય છે. પાલકને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. તેમાં Zeaxanthin અને Carotenoids હોય છે. તે શરીરમાંથી ગંદકી દૂર કરે છે. તેથી, પાલકને કેન્સર વિરોધી ખોરાક તરીકે પણ ગણવામાં આવે છે. પાલક આંખોના નંબર ઘટાડે છે, બ્લડ સુગર ઘટાડે છે અને હાઈપરટેન્શનને પણ દૂર કરે છે.
ડાર્ક ચોકલેટ: ડાર્ક ચોકલેટ પણ થોડો ખર્ચાળ વિકલ્પ છે. જો કે, જો તમે ખાઈ શકો છો, તો તેને રૂટિનમાં પણ સામેલ કરો. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે, ડાર્ક ચોકલેટ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તે કોલેસ્ટ્રોલને જાળવવાની સાથે મૂડ પણ સારો રાખે છે. પરંતુ તેને મર્યાદિત માત્રામાં પણ ખાવી જોઈએ.