હૈદરાબાદ: ICC મહિલા વિશ્વ કપ 2022 4 માર્ચથી ન્યુઝીલેન્ડમાં (Womens World Cup 2022) શરૂ થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની (Women World Cup) પ્રથમ મેચ યજમાન ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે. બંને ટીમો પ્રથમ મેચ જીતીને વર્લ્ડ કપમાં પોતાની વિજયી શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. જો કે ન્યૂઝીલેન્ડની સામે વેસ્ટ ઈન્ડિઝ સામેનો પડકાર આસાન નહીં હોય, પરંતુ તેમ છતાં ટીમને ઘરઆંગણાની સ્થિતિનો ફાયદો મળી શકે છે.
આ પણ વાંચો: Women Cricket World Cup 2022 : 4 માર્ચથી યોજાશે ICC મહિલા વિશ્વ કપ, જાણો શેડ્યૂલ
ICC ઈવેન્ટમાં બંને ટીમો કુલ 6 વખત સામસામે આવી ચુકી છે
આ ICC ઈવેન્ટમાં બંને ટીમો કુલ 6 વખત સામસામે આવી ચુકી છે, જેમાં કિવી ટીમ 4 મેચ જીતી હતી, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ માત્ર 2 મેચમાં જ જીતી શકી હતી. આ સિવાય ODIમાં બંને મહિલા ટીમો (Indian Women Cricketer) વચ્ચે કુલ 19 મેચ રમાઈ છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડની ટીમે 11 મેચ જીતી હતી, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 7 મેચ જીતી શકી હતી, જ્યારે એક મેચનું પરિણામ આવ્યું ન હતું.
મહિલા ODI વર્લ્ડ કપ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી
- ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ICC મહિલા વર્લ્ડ કપની પ્રથમ મેચ માઉન્ટ મૌંગાનુઈના 2 ઓવલ ખાતે રમાશે.
- ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વર્લ્ડ કપની આ પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર સવારે 6.30 વાગ્યે શરૂ થશે.
- ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મહિલા વર્લ્ડ કપ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે, જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર કરવામાં આવશે.
આ પણ વાંચો: Women's World Cup: મહિલા વિશ્વ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને ઝટકો, એશ્લે ગાર્ડનર થઇ કોરોના સંક્રમિત
મહિલા વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઈસ-કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા, રિચા ઘોષ, તાનિયા ભાટિયા, સ્નેહ રાણા, ઝુલન ગોસ્વામી, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ ઠાકુર, રાજેશ્વરી અને પૂનમ યાદવ.
- ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપ શેડ્યૂલ
ટીમનુ નામ | તારીખ | સમય |
ભારત vs પાકિસ્તાન | 6 માર્ચ | સવારે 6:30 કલાકે |
ભારત vs ન્યુઝીલેન્ડ | 10 માર્ચ | સવારે 6:30 કલાકે |
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ | 12 માર્ચ | સવારે 6:30 કલાકે |
ભારત vs ઈંગ્લેન્ડ | 16 માર્ચ | સવારે 6:30 કલાકે |
ભારત vs ઓસ્ટ્રેલિયા | 19 માર્ચ | સવારે 6:30 કલાકે |
ભારત vs બાંગ્લાદેશ | 22 માર્ચ | સવારે 6:30 કલાકે |
ભારત vs દક્ષિણ આફ્રિકા | 27 માર્ચ | સવારે 6:30 કલાકે |
- ICC મહિલા વિશ્વ કપનું સંપૂર્ણ સમયપત્રક
ટીમનુ નામ | તારીખ | શહેરનુ નામ |
ન્યુઝીલેન્ડ vs વેસ્ટ ઈન્ડિઝ | 4 માર્ચ | માઉન્ટ મૌંગાનુઈ |
બાંગ્લાદેશ vs દક્ષિણ આફ્રિકા | 5 માર્ચ | ડ્યુનેડિન |
ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ | 5 માર્ચ | હેમિલ્ટન |
ભારત vs પાકિસ્તાન | 6 માર્ચ | માઉન્ટ મૌંગાનુઈ |
ન્યુઝીલેન્ડ vs બાંગ્લાદેશ | 7 માર્ચ | ડ્યુનેડિન |
ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન | 8 માર્ચ | માઉન્ટ મૌંગાનુઈ |
ઈંગ્લેન્ડ vs વેસ્ટ ઈન્ડિઝ | 9 માર્ચ | ડ્યુનેડિન |
ન્યુઝીલેન્ડ vs ભારત | 10 માર્ચ | હેમિલ્ટન |
દક્ષિણ આફ્રિકા vs પાકિસ્તાન | 11 માર્ચ | માઉન્ટ મૌંગાનુઈ |
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ | 12 માર્ચ | હેમિલ્ટન |
ન્યુઝીલેન્ડ vs ઓસ્ટ્રેલિયા | 13 માર્ચ | વેલિંગ્ટન |
બાંગ્લાદેશ vs પાકિસ્તાન | 14 માર્ચ | હેમિલ્ટન |
ઇંગ્લેન્ડ vs દક્ષિણ આફ્રિકા | 14 માર્ચ | માઉન્ટ મૌંગાનુઈ |
ઓસ્ટ્રેલિયા vs વેસ્ટ ઈન્ડિઝ | 15 માર્ચ | વેલિંગ્ટન |
ઈંગ્લેન્ડ vs ભારત | 16 માર્ચ | માઉન્ટ મૌંગાનુઈ |
ન્યુઝીલેન્ડ vs દક્ષિણ આફ્રિકા | 17 માર્ચ | હેમિલ્ટન |
બાંગ્લાદેશ vs વેસ્ટ ઈન્ડિઝ | 18 માર્ચ | માઉન્ટ મૌંગાનુઈ |
ઓસ્ટ્રેલિયા vs ભારત | 19 માર્ચ | ઓકલેન્ડ |
ન્યુઝીલેન્ડ vs ઈંગ્લેન્ડ | 20 માર્ચ | ઓકલેન્ડ |
પાકિસ્તાન vs વેસ્ટ ઈન્ડિઝ | 21 માર્ચ | હેમિલ્ટન |
ઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા | 22 માર્ચ | વેલિંગ્ટન |
બાંગ્લાદેશ vs ભારત | 22 માર્ચ | હેમિલ્ટન |
દક્ષિણ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ | 24 માર્ચ | વેલિંગ્ટન |
ઈંગ્લેન્ડ vs પાકિસ્તાન | 24 માર્ચ | ક્રાઈસ્ટચર્ચ |
ઓસ્ટ્રેલિયા vs બાંગ્લાદેશ | 25 માર્ચ | વેલિંગ્ટન |
ન્યુઝીલેન્ડ vs પાકિસ્તાન | 26 માર્ચ | ક્રાઈસ્ટચર્ચ |
બાંગ્લાદેશ vs ઈંગ્લેન્ડ | 27 માર્ચ | વેલિંગ્ટન |
ભારત vs દક્ષિણ આફ્રિકા | 28 માર્ચ | ક્રાઈસ્ટચર્ચ |
સેમિ-ફાઇનલ | 1-30 માર્ચ - | વેલિંગ્ટન |
સેમિ-ફાઇનલ | 2-31 માર્ચ | ક્રાઇસ્ટચર્ચ |
અંતિમ | 3 એપ્રિલ | ક્રાઈસ્ટચર્ચ |