મિશિગન(અમેરિકા): એપલ સ્માર્ટ વોચ વાપરનારા જ્યારે વોચ ખોવાઈ જાય કે મળે નહીં ત્યારે બહુ હાંફળા ફાંફળા થઈ જાય છે. આવી જ એક ઘટના અમેરિકાના મિશિગન સ્થિત બેગ્લી ટાઉનશિપમાં બની છે. જેમાં મહિલાની એપલ સ્માર્ટ વોચ ટોયલેટમાં પડી ગઈ હતી. આ મહિલાએ ટોયલેટમાંથી વોચ કાઢવા માટે જાતે પ્રયત્નો કર્યા. આ મહિલા ટોયલેટના કંટેન્મેન્ટ એરિયા (ખાળકુવા)માં ઉતરી હતી. અહીં તે ફસાઈ ગઈ હતી. પોલીસે આવીને તેને મહામહેનતે બહાર કાઢી છે.
ટોયલેટમાં પડી ગઈ એપલ સ્માર્ટ વોચઃ ઉત્તરી મિશિગનમાં એક મહિલા આઉટહાઉસના ટોયલેટના કંટેન્મેન્ટ એરિયામાં ઉતરી હતી. આ મહિલા આ વિસ્તારમાં ફસાઈ ગઈ હતી. પોલીસે તેને મહામહેનતે બહાર કાઢી અને તપાસ કરતા માલુમ પડ્યું કે મહિલા તેની એપલ સ્માર્ટ વોચ બચાવવા માટે ટોયલેટના નીચેના ભાગમાં ઉતરી હતી.
ટોયલેટ નીચેના ખાળકુવામાં મહિલા ઉતરીઃ પોતાની એપલ વોચ ટોયલેટમાં પડી ગયા બાદ મહિલાએ જાતે મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. તેણી આઉટહાઉસના ટોયલેટના નીચેના ભાગમાં ઉતરી અને એપલ વોચ શોધવા લાગી. અહીં તેણીએ અનુભવ્યું કે તે ફસાઈ ગઈ છે. તેણીએ મદદ માટે બુમાબુમ મચાવી. એક વ્યક્તિએ આ ચીસો સાંભળી અને ટોયલેટ પાસે આવ્યો. સમગ્ર ઘટનાની ગંભીરતા ઓળખીને તેણે પોલીસને જાણ કરી. પોલીસે મહામહેનતે તેણીનું રેસક્યુ કરી. આ ઘટનામાં મહિલાને નજીવી ઈજા થઈ હતી પરંતુ તેની સ્માર્ટ વોચ મેળવવામાં તે સફળ રહી હતી.
ખાડામાં ફસાયેલી મહિલાનું સફળતાપૂર્વક રેસ્કયુ કરવામાં આવ્યું છે. તેણીને નહિવત ઈજાઓ થઈ છે. જો કે તેણી પોતાની સ્માર્ટ વોચ બચાવવામાં સફળ રહી છે.તેણીએ મિશિગન પોલીસ અને પ્રથમ મદદગારનો આભાર માન્યો છે. જો તમારી કોઈ વસ્તુ આઉટહાઉસના ટોયલેટમાં પડી જાય તો ક્યારેય ટોયલેટ નીચેના ખાડામાં જશો નહીં. ઘાતક ઈજાઓ પણ થઈ શકે છે...ડેરિક કેરોલ (સ્પોક પર્સન, મિશિગન સ્ટેટ પોલીસ)
મિશિગન પોલીસની નોંધનીય કામગીરીઃ મિશિગન પોલીસે ટોયલેટ નીચેના ખાડામાં ફસાયેલી મહિલા સાથે વાતચીત કરતા પોલીસ ઓફિસરની તસવીરો જાહેર કરી છે. જેનાથી અન્ય નાગરિકોને ચેતવી શકાય. આ ઘટના મિશિગનના ડેટ્રોઈટથી 386 કિલોમીટર દૂર આવેલા બેગ્લી ટાઉનમાં બની હતી.