ધમતરીઃ ધમતરીમાં હાથીઓનો આતંક યથાવત છે. હાથીના કચડવાથી (elephant attack in dhamtari ) સતત બે દિવસમાં 3 લોકોના મોત થયા છે. ટોળાથી અલગ થયેલા હાથીએ ફરી એક મહિલાને કચડીને મોતને (woman killed in an elephant attack in Dhamtari) ઘાટ ઉતારી દીધી છે.
આ પણ વાંચો: ઝારખંડના બેતલા નેશનલ પાર્કમાં પાલતુ હાથી બન્યો જંગલી હાથીઓનો શિકાર
બે ગ્રામજનોને કચડી નાખ્યા: મહિલા રાત્રે શૌચ કરવા ગઈ હતી. ત્યારે હાથીએ કચડીને મારી નાખી હતી. ઘટના સીતા નદી રિઝર્વ ફોરેસ્ટમાં બિરનસિલ્લીના જંગલની જણાવવામાં આવી રહી છે, જ્યાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. એક દિવસ પહેલા, આ જ હાથીએ બે ગ્રામજનોને કચડી નાખ્યા હતા, જેમાં એક મહિલા અને એક પુરુષના મૃતદેહ મળી આવ્યા હતા.
આ પણ વાંચો: રાજકોટમાં આતંક મચાવનારો દીપડો પાંજરે પુરાયો
હાથીઓના હુમલાથી મોતઃ કહેવામાં આવી રહ્યું છે કે ઓડિશાથી હાથીઓની ટુકડી આવી છે. આ ટુકડીમાં 30 હાથી છે. જેમાં 2 હાથીઓને ટુકીથી વિખુટા થઈ ગયા છે. ટોળાથી વિખુટા પડેલા હાથીઓ આતંક ફેલાવી રહ્યા છે. હાથીના કચડવાથી અત્યાર સુધીમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. વન વિભાગે જણાવ્યું કે 24 વર્ષીય સુખબાઈ કમારનો મૃતદેહ ઘરથી 100 મીટર દૂર ખેતરમાં સીતાનદી રિઝર્વ ફોરેસ્ટમાં બિરનસિલ્લીના જંગલ નંબર 352માં મળી આવ્યો હતો. મહિલા રાત્રે શૌચ કરવા ઘરની બહાર નીકળી હતી ત્યારે હાથીએ હુમલો કર્યો હતો. ઘટના અંગે ગ્રામજનોએ પોલીસ અને વન વિભાગને જાણ કરી હતી. બંને ટીમો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.