નવી દિલ્હી : રાજધાનીના રોહિણી જિલ્લાના અમન વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાનું દાઝી જવાથી મૃત્યુ થયું છે, જે બાદ મહિલાના પરિવારજનોએ તેના લિવ-ઈન પાર્ટનર પર ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલાના સંબંધીઓએ આરોપ લગાવ્યો છે કે, તેના લિવ-ઈન પાર્ટનરે તેને સળગાવી દીધી છે. મૃતક મહિલાની ઓળખ ચંચલ ઉર્ફે નીતુ તરીકે થઈ છે. પોસ્ટમોર્ટમ પછી, મહિલાના મૃતદેહને સોમવારે રાત્રે તેના ઘરે લઈ જવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : તાતીથૈયાના કેપનીમાં ગરમ પાણીની પાઇપલાઇનનું ઢાંકણ ખૂલી જતાં 5 કામદારો દાઝ્યા
શું હતો સમગ્ર મામલો : સંબંધીઓ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, 10 ફેબ્રુઆરીની રાત્રે, તેમને ખબર પડી કે નીતુ દાઝી જવાને કારણે ઈજાગ્રસ્ત થઈ છે. આ પછી, પરિવાર તરત જ નીતુને સંજય ગાંધી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં ડૉક્ટરોએ તેની ગંભીર હાલત જોઈને તેને એઈમ્સ હોસ્પિટલમાં રીફર કરી હતી, ત્યારે AIIMSના ડૉક્ટરોએ જણાવ્યું કે, નીતુ 85 ટકા દાઝી ગઈ છે. જોકે તેણીની સારવાર શરૂ કરવામાં આવી હતી, તેમ છતાં તેણીનો જીવ બચાવી શકાયો ન હતો અને 19 ફેબ્રુઆરીની રાત્રે 9 વાગ્યાની આસપાસ નીતુનું મૃત્યુ નિપજ્યું હતું.
આ પણ વાંચો : તેલંગાણામાં એક મકાનમાં લાગી ભીષણ આગ, 6 લોકો જીવતા દાઝી ગયા
પરિવારજનોની ન્યાય માટે આજીજી : મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક મહિનાઓથી મોહિત અને મહિલા વચ્ચે એક યા બીજા મુદ્દે ઝઘડો થતો હતો. બંનેને ચાર વર્ષની પુત્રી પણ છે. જોકે, નીતુના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપી મોહિતને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે જ સમયે, મૃતક મહિલાના પરિવારજનો હવે ન્યાય માટે આજીજી કરી રહ્યા છે.