લખનઉ: ઉત્તર પ્રદેશના 70 વર્ષના (Woman cheated 70 year old doctor) જાણીતા કાર્ડિયોલોજિસ્ટને બીજા લગ્ન કરવા મોંઘા પડ્યા. ઠગ મહિલાએ પહેલા ડોક્ટરને લગ્નના સપના દેખાડ્યા અને બાદમાં એકાઉન્ટમાં 1 કરોડ 80 લાખ રૂપિયા ટ્રાન્સફર કરીને ગાયબ થઈ ગઈ. પીડિત ડોક્ટરની ફરિયાદ પર લખનૌના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો- રોપ-વે અધવચ્ચે જ અટકી ગઈઃ 5 પ્રવાસીઓ બચાવાયા, જૂઓ વીડિયો
70 વર્ષની ઉંમરે કરવા પડ્યા બીજા લગ્નઃ મુરાદાબાદ જિલ્લાની મોટી હોસ્પિટલ (Muradabad moti hopstpital)માં તૈનાત હૃદયરોગના નિષ્ણાતની ઉંમર 70 વર્ષ છે. તેમની પત્નીનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું. એકલા અનુભવતા, ડૉક્ટરે ફરીથી લગ્ન કરવાનું નક્કી કર્યું અને જાન્યુઆરી 2022માં અગ્રણી અખબારમાં લગ્ન માટેની જાહેરાત (Marriage add in newspaper) પ્રકાશિત કરી.
આ પણ વાંચો- ભંગારની આડમાં યુદ્ધના હથિયાર, સરહદી જિલ્લો કચ્છ બની રહ્યો ગુનાખોરીનું કેન્દ્ર
પીડિત તબીબના કહેવા પ્રમાણે, તેની પાસે ઘણા પ્રસ્તાવો આવ્યા હતા પરંતુ તેને લગ્ન માટે 40 વર્ષની ક્રિશા શર્મા પસંદ પડી હતી. પીડિત ડોક્ટરે ક્રિશા શર્મા સાથે વોટ્સએપ પર કોલ અને વાતચીત શરૂ કરી હતી. ડોક્ટરના કહેવા પ્રમાણે, ક્રિશાએ તેને કહ્યું કે, તે છૂટાછેડા લઈ ચૂકી છે અને તે અમેરિકાના ફ્લોરિડાના મિયામીમાં રહે છે, તેણે પોતાને મરીન એન્જિનિયર ગણાવી. યુવતીએ ડોક્ટરને જણાવ્યું કે, તે અત્યારે અમેરિકાથી એક મોટા કાર્ગો શિપમાં એન્જિનિયરની નોકરી પર છે. દોઢ મહિના પછી તે મુંબઈ પોર્ટ પહોંચશે. આ પછી તે મુંબઈથી લખનઉ આવશે.
સોનાના નામે 1 કરોડ 80 લાખની છેતરપિંડીઃ પીડિત ડોક્ટરે જણાવ્યું કે, ક્રિશા શર્માએ તેને કહ્યું હતું કે, તેણે લગભગ 7 વર્ષથી શિપિંગની નોકરી કરી હતી અને હવે તે દરિયાઈ મુસાફરી છોડીને પોતાનો કોઈ અન્ય વ્યવસાય કરશે. તે ભારતમાં રહેવા તૈયાર છે. 15 દિવસ પછી, ક્રિશાએ ડૉક્ટરને કહ્યું કે, તેણે દક્ષિણ આફ્રિકાથી 7 લાખ યુએસ ડોલરનું સોનું ખરીદ્યું છે. તે તેને રોયલ સિક્યુરિટી કુરિયર કંપનીમાંથી લખનઉના સરનામે મોકલી રહી છે.